AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઇંગ્લેન્ડના ઓપનર્સે 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, બુમરાહ વગર ભારતીય બોલિંગ ઢીલી પડી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ રહેલી છેલ્લી વન-ડે મેચમાં યજમાન ટીમે શાનદાર શરૂઆત કરી છે. જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ લાઇન-લેન્થ ખૂબ જ નબળી સાબિત થઈ, જેનો પૂરેપૂરો ફાયદો ઇંગ્લેન્ડના ઓપનર્સે ઉઠાવ્યો. બસ આ જ વિસ્ફોટક બેટિંગના સહારે ઇંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચી દીધો છે.

Breaking News: ઇંગ્લેન્ડના ઓપનર્સે 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, બુમરાહ વગર ભારતીય બોલિંગ ઢીલી પડી
| Updated on: Jul 19, 2026 | 6:02 PM
Share

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના મેદાન પર રમાઈ રહેલી ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં યજમાન ટીમે ધમાકેદાર શરૂઆત કરી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમના ઓપનિંગ બેટ્સમેનોએ ભારતીય બોલરોની લાઇન-લેન્થને સંપૂર્ણપણે બગાડી દીધી.

જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ આક્રમણ બેઅસર સાબિત થયું અને ઇંગ્લેન્ડના ઓપનર્સે મેદાનની ચારેય બાજુ રનનો વરસાદ કરી દીધો.

ભારતીય બોલરોની થઈ ‘ખરાબ હાલત’

આ મેચમાં ઇંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટ અને જેકબ બેથેલની જોડીએ પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી. ખાસ વાત એ પણ છે કે, ઇંગ્લેન્ડને આ જ સિરીઝથી નવી ઓપનિંગ જોડી મળી છે અને આ જોડીએ પહેલી જ સિરીઝમાં મોટો કમાલ કરી બતાવ્યો છે. આ સદીની ભાગીદારીના દમ પર ઇંગ્લેન્ડે ભારતીય ટીમ સામે લોર્ડ્સના મેદાન પર 36 વર્ષનો લાંબો દુકાળ ખતમ કરી દીધો છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા 26 વર્ષની લાંબી રાહ જોયા બાદ આ પ્રથમ એવી તક છે, જ્યારે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડની કોઈ ઓપનિંગ જોડીએ ભારત સામે સદીની ભાગીદારી નોંધાવી હોય.

જો લોર્ડ્સના મેદાન પરના ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો, વર્ષ 2010 પછી આ પ્રથમ વખત બન્યું છે; જ્યારે ઇંગ્લેન્ડના શરૂઆતના બે બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 100 થી વધુ રન જોડ્યા હોય.

આ પહેલા સપ્ટેમ્બર 2010 માં એન્ડ્રુ સ્ટ્રોસ અને સ્ટીવન ડેવિસની ઓપનિંગ જોડીએ પાકિસ્તાન સામે 113 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ કોઈ પણ ઇંગ્લિશ ઓપનિંગ જોડી આ મેદાન પર પ્રથમ વિકેટ માટે સદીનો આંકડો સ્પર્શી શકી નહોતી. જો કે, ડકેટ અને બેથેલની જોડીએ આ કારનામું હવે કરી બતાવ્યું છે.

વન-ડેમાં પણ ઇંગ્લેન્ડનો લાંબો દુકાળ થયો ખતમ

આટલું જ નહીં, વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ઇંગ્લેન્ડ માટે આ ઓપનિંગ સદીની ભાગીદારી ઘણા લાંબા સમય પછી આવી છે. વર્ષ 2023 ના વન-ડે વર્લ્ડ કપમાં ધર્મશાલાના મેદાન પર બાંગ્લાદેશ સામે જોની બેરસ્ટો અને ડેવિડ મલાને પ્રથમ વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી. તે મેચ પછી ઇંગ્લેન્ડની ટીમ વન-ડે ક્રિકેટમાં પહેલીવાર કોઈ પણ મેદાન પર 100 થી વધુ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરવામાં સફળ રહી છે.

જણાવી દઈએ કે, બેથેલ 93 બોલમાં 91 રન કરીને પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને ડકેટનો પૂરેપૂરો સાથ આપ્યો હતો. ખાસ વાત એ છે કે, બંને ઓપનરે ઓપનિંગમાં જ રેકોર્ડ-બ્રેક 192 રન ફટકારી દીધા હતા.

IND vs ZIM T20: વૈભવ સૂર્યવંશી એક્શનમાં દેખાશે, ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે 3 T20 મેચની સિરીઝ; જાણો નવો સમય

Follow Us
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">