AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warranty vs Guarantee : વોરંટી અને ગેરંટી વચ્ચે શું તફાવત છે? તો સામાન ખરીદતી વખતે પૈસાની મોટી બચત થશે

Warranty vs Guarantee : બજારમાં કોઈ સામાન ખરીદતી વખતે આપણે ગેરંટી અને વોરંટી મળે છે. જે અલગ અલગ પ્રોડક્ટ અને તેની શરતો પર નિર્ભર કરે છે. પરંતુ મોટાભાગના લોકો ગેરંટી અને વોરંટીને એક જ માને છે. તો ચાલો આજે આપણે આ બંને વચ્ચે તફાવત સમજીએ.

Warranty vs Guarantee :  વોરંટી અને ગેરંટી વચ્ચે શું તફાવત છે? તો સામાન ખરીદતી વખતે પૈસાની મોટી બચત થશે
| Updated on: Aug 17, 2026 | 10:53 AM
Share

જ્યારે આપણે બજારમાંથી કોઈ સામાન કે, ઈલેક્ટ્રિક વસ્તુઓ, મોબાઈલ અથવા ઈલેક્ટ્રિક સામાન ખરીદીએ છીએ તો આપણા મનમાં સૌથી પહેલા વોરંટી અને ગેરંટીનો પ્રશ્ન આવે છે. કેટલાક લોકો આ શબ્દોને એક સમાન માને છે. પરંતુ આ બંનેનો મતલબ અને તેનાથી મળનારી સુવિધાઓ એકબીજાથી અલગ હોય છે.જો તમે પણ આ બંને વચ્ચેનો તફાવત ખ્યાલ હશે. તો તમે પણ ખરીદી કરતી વખતે પૈસા બચાવી શકો છો. અથવા છેતરપિંડી કે પરેશાનીથી બચી શકો છો.

વોરંટી શું છે અને તેના નિયમો શું છે?

  1. વોરંટી એક પ્રકારનો લિખિત ભરોસો હોય છે. જે નિર્માતા અથવા કંપની દ્વારા પ્રોડક્ટ પર આપવામાં આવે છે.
  2. આ હેઠળ જો નક્કી કરેલા સમયની અંદર ઉત્પાદનમાં કોઈ ટેકનીકી ખરાબી આવે છે. તો કંપની તેને રિપેર કરી આપી છે.
  3. વોરંટીનો સમય સામાન્ય રીતે લાંબો હોય છે અને આ ઉત્પાદનના મોડલના હિસાબથી અલગ અલગ હોય શકે છે.

ગેરંટી શું હોય છે અને તેના નિયમો શું છે

  • ગેરંટીનો અર્થ એ છે કે જો ઉત્પાદન બગડે છે, તો કંપની તેને નવી પ્રોડક્ટથી બદલી દેશે અથવા તમારા પૈસા પરત કરશે.
  • આ ગ્રાહકો માટે વોરંટીની તુલનામાં મજબુત અને ફાયદાકારક સુરક્ષા માની શકાય છે.
  • બજારમાં મળનાર સામાન પર ગેરંટી ઓછા ઉત્પાદનો ગેરંટી દ્વારા આવરી લેવામાં આવે છે, કારણ કે આ કંપનીઓ માટે ઉચ્ચ જોખમ ધરાવે છે.
  • જો ગેરંટી સમયગાળા દરમિયાન કોઈ મોટી ખામી મળી આવે, તો તમે કોઈપણ દલીલો વિના રિપ્લેસમેન્ટ માટે હકદાર છો.

વોરંટી અને ગેરંટીમાં મુખ્ય તફાવત શું છે?

  • વોરંટીમાં મુખ્ય રુપથી ખરાબ થયેલા સમાનને રિપેર કરવામાં આવે છે. જ્યારે ગેરંટીમાં સામાનને સંપૂર્ણ રીતે બદલી દેવામાં આવે છે.
  • ગેરંટીના મામલે ગ્રાહકોને ઓછી ભાગદોડ કરવી પડે છે. કારણ કે,સીધો નવો સામાન મળી જાય છે. જ્યારે વોરંટીમાં સર્વિસ સેન્ટરના ચક્કર લગાવવા પડે છે.
  • બંને મામલે બિલ અને વોરંટી કાર્ડને સુરક્ષિત રાખવું ખુબ જરુરી છે. અથવા કંપનીઓ ક્લેમ આપવાથી ના પાડી શકે છે.

સામાન ખરીદતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું?

  1. હંમેશા કોઈ પણ મોંઘો સામાન ખરીદતા પહેલા દુકાનદાર પાસેથી પાક્કું બિલ અને તેના પર મળનાર વોરંટી અને ગેરંટી સ્ટેમ્પ લો.
  2. કંપનીના નિયમો અને શરતોને ધ્યાનથી વાંચો કારણ કે, ક્લેમ કરતી વખતે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
  3. સ્થાનીક કે બ્રાન્ડ વગરના સામાન ખરીદવાથી બચો. કારણ કે, તેના પર યોગ્ય વોરંટી મળતી નથી અને કોઈ કાનુની સુરક્ષા પણ હોતી નથી.

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
g clip-path="url(#clip0_868_265)">