ઇંગ્લેંડનો ઝડપી બોલર Ollie Robinson આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ, અપમાનજક ટ્વીટને લઇ કાર્યવાહી

ઇંગ્લેડં (England) ના બોલર ઓલી રોબિન્સન (Ollie Robinson) ને તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. રોબિન્સને 2012 અને 2014 દરમ્યાન કરેલા અપમાનજનક ટ્વીટ લઇને તેની પર આકરુ પગલુ ભરવામાં આવ્યુ છે.

ઇંગ્લેંડનો ઝડપી બોલર Ollie Robinson આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ, અપમાનજક ટ્વીટને લઇ કાર્યવાહી
Ollie Robinson
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 07, 2021 | 8:55 AM

ઇંગ્લેડં (England) ના બોલર ઓલી રોબિન્સન (Ollie Robinson) ને તમામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. રોબિન્સને 2012 અને 2014 દરમ્યાન કરેલા અપમાનજનક ટ્વીટ લઇને તેની પર આકરુ પગલુ ભરવામાં આવ્યુ છે. ઇંગ્લેંડ અને વેસ્લ ક્રિકેટ બોર્ડે (ECB) આ અંગેની જાણકારી આપી હતી. 27 વર્ષીય રોબિન્સન આ પહેલા જ એજબેસ્ટનમાં ગુરુવારથી રમાનારી ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં થી બહાર કરી દેવામાં આવ્યો હતો.

રોબિન્સને 2012 થી 2014 દરમ્યાન કરેલી ટ્વીટને લઇને માફી માંગી હતી, તે વેળા તેની આંખો ભરાઇ ગઇ હતી. તેણે લીંગભેદ અને જાતિવાદ સાથે જોડાયેલ ટ્વીટ કરી હતી. ગત 3 જૂને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ ના પ્રથમ દિવસની રમતના અંતે તેણે માફી માંગી હતી. રોબિન્સનને ઇંગ્લેંડ ની ટીમમાં સામેલ કરવા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરુ થઇ હતી. રોબિન્સને માફી માંગતા કહ્યુ હતુ, કે મને મારા કૃત્યો પર ખૂબ પસ્તાવો છે. આ પ્રકારની ટીપ્પણીઓ કરવા પર શર્મસાર છુ.

ઝડપી બોલર રોબિન્સને અધિકૃત પ્રસારણ કર્તા અને બાદમાં અન્ય મીડિયા સમક્ષ પોતાનુ નિવેદન રજૂ કર્યુ હતુ. તેણે કહ્યુ કે, ત્યારે હું વિચાર શૂન્ય અને ગેર જવાબદાર હતો. ત્યારે મારી મનોદશા જેવી પણ રહી હોય, મારુ કામ માફીને યોગ્ય નહોતુ.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

રોબિન્સને કહ્યુ કે, તેણે ટ્વીટ ત્યારે કર્યા હતા, જ્યારે તે પોતાના જીવનના ખરાબ દિવસો થી પસાર થઇ રહ્યો હતો. કારણ કે ઇંગ્લીશ કાઉન્ટી યોર્કશાયરે તેને કિશોરાવસ્થામાં જ બહાર કરી દીધો હતો. તેણે કહ્યુ હતુ કે, મને નથી ખબર કે તે ટ્વીટ હાલમાં છે કે કેમ. હું સૌ કોઇના થી માફી માંગવા ઇચ્છુ છુ. મને તેની પર ખૂબ જ પસ્તાવો છે.

ભૂતકાળના મારા વ્યવહારે પાણી ફેરવુ દીધુ

જ્યારે રોબિન્સન મેદાન પર હતો, ત્યારે સોશિયલ મીડિયા પર તે ટ્વીટને જારી કરવામાં આવી રહ્યા હતા. તેણે તે દરમ્યા 50 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે કહ્યુ, આજે મેદાન પર મારા પ્રદર્શન અને ઇંગ્લેંડ તરફ થી ટેસ્ટ પદાર્પણ ને લઇને ચર્ચા થવી જોઇતી હતી. તેના બદલે ભૂતકાળના મારા વ્યવહારે તેની પર પાણી ફેરવી દીધુ. પાછળના કેટલાક વર્ષોમાં મે મારી પોતાનુ જીવન બદલવા માટે ખૂબ મહેનત કરી હતી. હવે હું પરિપક્વ થઇ ગયો છુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">