AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: WTC Finalમાં થઈ રહ્યો છે ડ્યૂક બોલનો ઉપયોગ, જાણો તેનું ભારત કનેક્શન

Duke Ball India connection : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલાથી જ ક્રિકેટપ્રેમીઓમાં ડ્યૂક બોલની ભારે ચર્ચા થઈ રહી છે. આ ડ્યૂક બોલ સાથે ભારતનું ખાસ કનેક્શન છે. ચાલો જાણીએ ડ્યૂક બોલ અંગેની રસપ્રદ વાતો.

Knowledge: WTC Finalમાં થઈ રહ્યો છે ડ્યૂક બોલનો ઉપયોગ, જાણો તેનું ભારત કનેક્શન
Duke Ball
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 6:19 PM
Share

 WTC FINAL 2023: ઈંગ્લેન્ડના ઓવલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના બોલર્સ ડ્યૂક બોલથી તરખાટ મચાવ્યો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલાથી જ ક્રિકેટપ્રેમીઓમાં ડ્યૂક બોલની ભારે ચર્ચા થઈ રહી છે. આ ડ્યૂક બોલ સાથે ભારતનું ખાસ કનેક્શન છે. ચાલો જાણીએ ડ્યૂક બોલ અંગેની રસપ્રદ વાતો.

ડ્યૂક બોલ એ ક્રિકેટના બોલનો જ એક પ્રકાર છે. ભારતીય બિઝનેસમેન દિલીપ જાજોદિયા ડ્યૂક બોલ બનાવતી કંપનીના માલિક છે. વર્ષોથી તેમની કંપની બ્રિટિશ ક્રિકેટ બોલ્સ લિમિટેડ ડ્યૂક બોલ બનાવી રહી છે. વર્ષ 1760માં પ્રસિદ્ધ ડ્યૂક્સ કંપનીની સ્થાપના થઈ ટોનબ્રિજ વિસ્તારમાં થઈ હતી. વર્ષ 1987માં દિલીપ જાજોદિયાએ આ કંપની ખરીદી લીધી હતી. વર્ષ 1962માં દિલીપ જાજોદિયા અભ્યાસ માટે ઈંગ્લેન્ડ આવ્યા હતા.

આ પણ વાંચો : Knowledge : આ કંપની એ બનાવી છે WTC ની Mace, સોના સહિત આ સામગ્રીનો થયો છે ઉપયોગ

દિલીપ જાજોદિયાનો જન્મ રાજસ્થાનના મારવાડના એક વ્યવસાયી પરિવારમાં થયો હતો. ક્રિકેટ પ્રત્યે ખાસ ઉત્સાહ ધરાવનારા દિલીપ એક ચાર્ટર્ડ વીમા વ્યવસાયી અને પેન્શન ફંડ મેનેજર પણ રહી ચૂક્યા છે.સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને ધોની જેવા દિગ્ગજ ક્રિકટરો તેમની કંપનીના ક્રિકેટ સાધનોનો ઉપયોગ કરી ચૂક્યા છે.

ડ્યૂક નામનો અર્થ શું છે?

ડ્યૂક નામનો અર્થ નેતા થાય છે. ડ્યૂક એ લેટિન મૂળનું પુરૂષવાચી નામ છે જેનો અર્થ થાય છે “નેતા.” પ્રથમ જન્મેલા પુત્રો અથવા મજબૂત વ્યક્તિત્વ ધરાવતા છોકરાઓ માટે આદર્શ, ડ્યૂક એક વિશિષ્ટ નામ છે જે શાહી વશીકરણ અને અભિજાત્યપણુથી ભરપૂર છે.

આ રીતે બને છે ડ્યૂક બોલ

  • ડ્યુક બોલ બાકીના બોલ કરતા લાંબા સમય સુધી ચાલે છે. આ બોલ લાંબા સમય સુધી તેના મૂળ આકારમાં રહે છે.
  • અન્ય બોલના આકાર વધુ ઝડપથી બગડે છે. આ બોલ લાંબા સમય સુધી ચમક અને સીમ જાળવી રાખે છે.
  • જે ચામડાનો આ બોલમાં ઉપયોગ કરવામાં આવે છે તે થોડુક જાડુ હોય છે.
  • એસજી અને કૂકાબુરાના બોલમાં બે ચામડાના ટુકડાનો ઉપયોગ થાય છે જ્યારે ડ્યુક બોલ ફોર પીસ હોય છે.

આ પણ વાંચો :  WTC Final 2023 Day 2 Report : 15 , 13 , 14 ,14 રન … ભારતીય ટીમનો ટોપ ઓર્ડર થયો ધરાશાયી, જાણો બીજા દિવસનો સંપૂર્ણ ઘટના ક્રમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">