AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Australia Highlights Day 5: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતની હાર,ઓસ્ટ્રેલિયાએ ટાઇટલ જીત્યું

Australia vs India,Highlights : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલમાં રમાઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયા ત્રણેય ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ ટીમ બની ગઈ છે.

India vs Australia Highlights Day 5:  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતની હાર,ઓસ્ટ્રેલિયાએ ટાઇટલ જીત્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2023 | 5:16 PM
Share

આજે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનો છેલ્લો દિવસ હતો.સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમનો આ વખતે પણ એવો જ કિસ્સો હતો જેવો 2021માં થયો હતો. ફરી એકવાર ટીમ ઈન્ડિયાને તેના અનુભવી બેટ્સમેનોની નિષ્ફળતાનો ભોગ બનવું પડ્યું. ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલના છેલ્લા દિવસે ટીમ ઈન્ડિયા માત્ર 234 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને મેચની સાથે 209 રનથી ટાઈટલ પણ હારી ગયું હતું. આ રીતે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બન્યું.

ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવ્યું

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 296 રનમાં સમેટાઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 173 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ 270 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી અને ભારત સામે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી અને 209 રનથી મેચ હારી ગઈ હતી.

આ પણ વાંચો : Breaking News : ફરી WTC Finalમાં હારી ભારતીય ટીમ, ઓસ્ટ્રેલિયન ટીમ બની ટેસ્ટ ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયાએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-2023નું ટાઇટલ જીત્યું છે. વિપક્ષી ટીમે આપેલા 444 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ બીજા દાવમાં 234 રનમાં જ ઢળી પડી હતી. ટીમ માટે કોહલી (49), રહાણે (46) અને કેપ્ટન શર્મા (43) એ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

બંને ટીમોના પ્લેઇંગ-11 ખેલાડીઓ

ભારતીય ટીમ : રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત , રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ , ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી , નાથન લિયોન, મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ.

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">