પોતાના જમાઈને પાકિસ્તાન ટીમમાંથી બહાર કરાયો છતાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પસંદગીકારોના વખાણ કર્યા

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચો માટે બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદી જેવા સ્ટાર ખેલાડીઓની પસંદગી કરી નથી. પસંદગીકારોના આ નિર્ણય પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ મોટું નિવેદન આપ્યું છે.

પોતાના જમાઈને પાકિસ્તાન ટીમમાંથી બહાર કરાયો છતાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પસંદગીકારોના વખાણ કર્યા
Shahid Afridi & Shaheen AfridiImage Credit source: Instagram/PTI
Follow Us:
| Updated on: Oct 14, 2024 | 8:56 PM

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીમના સતત ખરાબ પ્રદર્શનને જોતા પસંદગીકારોએ સિનિયર ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. જેમાં પાકિસ્તાની ટીમના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ ઉપરાંત ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીનો પણ સમાવેશ થાય છે. જો કે ટીમના આસિસ્ટન્ટ કોચ અઝહર મહમૂદનું કહેવું છે કે આ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનના ઘણા પૂર્વ ક્રિકેટરોએ આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને બોર્ડ અને પસંદગીકારોના આ નિર્ણયની ટીકા કરી છે. પરંતુ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ આ નિર્ણયનું સમર્થન કર્યું છે.

શાહિદ આફ્રિદીએ પસંદગીકારોની પ્રશંસા કરી

શાહિદ આફ્રિદીનું માનવું છે કે પસંદગીકારોનો આ નિર્ણય આ ખેલાડીઓની કારકિર્દી માટે એકદમ યોગ્ય છે. આ સિવાય તેનું માનવું છે કે આ ખેલાડીઓને આરામ આપવાથી બેન્ચ સ્ટ્રેન્થને મજબૂત કરવાની તક મળશે. શાહિદ આફ્રિદીએ X પર લખ્યું, ‘હું બાબર, શાહીન અને નસીમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મુક્ત કરવાના પસંદગીકારોના નિર્ણયનું સમર્થન કરું છું. આ પગલું માત્ર ચેમ્પિયન ખેલાડીઓની કારકિર્દીને સુરક્ષિત કરવામાં અને વિસ્તારવામાં મદદ કરશે, સાથે જ ઉભરતી પ્રતિભાઓને ચકાસવા અને તેને તૈયાર કરવાની તક પણ પ્રદાન કરશે. ભવિષ્ય માટે મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ બનાવવાની પણ આ મોટી તક હશે.

વાળને સફેદ થતા કેવી રીતે રોકવા ?
ગળામાં મીનાકારીનો હાર, કપાળ પર બિંદી, રાધિકા મર્ચન્ટ ગરબા નાઇટમાં રાણીની જેમ થઈ તૈયાર
શરીરમાં ગેસ, અનિદ્રા, હાડકાંનો દુખાવો સહિતની આ 7 બીમારી માટે જાણો રામબાણ ઈલાજ, જુઓ Video
રોજ ખાલી પેટ તુલસીના પાણીનું સેવન કરવાથી જાણો શું થાય છે?
સુરતની નવરાત્રીમાં 'સરકારી' ગીત પર કિંજલ દવેએ કર્યો જબરદસ્ત ડાન્સ મૂવ્સ, જુઓ Video
ગૌતમ ગંભીરનો તે શાનદાર રેકોર્ડ, જ્યાં સચિન-કોહલી પણ પહોંચી શક્યા નથી

શાહીન મુલતાન ટેસ્ટમાં ફ્લોપ રહ્યો

શાહીન આફ્રિદીનું તાજેતરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તે મોટી ટુર્નામેન્ટની સાથે સાથે ઘરેલુ શ્રેણીમાં ટીમ માટે મેચ વિનર સાબિત નથી થઈ રહ્યો. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પણ તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે 26 ઓવરમાં 120 રન આપીને માત્ર 1 વિકેટ લીધી હતી. આ સિવાય છેલ્લા એક વર્ષમાં તે 11 ટેસ્ટ ઈનિંગ્સમાં માત્ર 17 વિકેટ જ લઈ શક્યો છે.

બાબરની જગ્યાએ કામરાન ગુલામને તક

બીજી ટેસ્ટ માટે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવી છે. આ મેચમાં બાબરની જગ્યાએ કામરાન ગુલામને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે. તે જ સમયે બોલિંગમાં શાહીન શાહ આફ્રિદીની જગ્યાએ નોમાન અલીને તક મળી છે. આ સિવાય સાજિદ ખાન અને ઝાહિદ મેહમૂદ પણ આ મેચમાં રમતા જોવા મળશે.

બીજી ટેસ્ટ માટે પાકિસ્તાનનો પ્લેઈંગ 11

સામ અયુબ, અબ્દુલ્લા શફીક, શાન મસૂદ (કેપ્ટન), કામરાન ગુલામ, સઈદ શકીલ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન અલી આગા, આમિર જમાલ, નોમાન અલી, સાજીદ ખાન, ઝાહીદ મેહમૂદ.

આ પણ વાંચો: T20 World Cup: ‘SRH’એ ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મુકી દીધી, પાકિસ્તાનની મેચ પર નિર્ભર રહેવું પડશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
g clip-path="url(#clip0_868_265)">