AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

લોકોની સુવિધા એ હાલની સરકારની પ્રાથમિકતા છે. ત્યારે દર તહેવાર પર રેલવે વિભાગ દ્વારા સ્પેશ્યલ ટ્રેનો ચલાવવામાં આવે છે. ત્યારે આ વખતે પણ તહેવારો દરમ્યાન અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે.

Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
Ronak Varma
| Edited By: | Updated on: Oct 14, 2024 | 8:03 PM
Share

પશ્ચિમર રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ ફેસ્ટિવલને જોતાં, યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે પ્રમાણે છે.

ટ્રેન નંબર 09411/09412 અમદાવાદ-ગ્વાલિયર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09411 અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 19, 26 ઓક્ટોબર અને 02 નવેમ્બર 2024 (શનિવાર) ના રોજ અમદાવાદથી 20.25 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 13.00 કલાકે ગ્વાલિયર પહોંચશે. આ પ્રમાણે ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ 20, 27 ઓક્ટોબર અને 03 નવેમ્બર 2024 (રવિવાર) ના રોજ ગ્વાલિયરથી 16.30 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 09.05 કલાકે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, ગુના અને શિવપુરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર 09411 નું બુકિંગ 16 ઓક્ટોબર, 2024 થી યાત્રી રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">