જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેતરોમાં ભરાયા પાણી, જુઓ Video
જૂનાગઢના માળીયા હાટીના પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. જેના કારણે મહારાણા પ્રતાપ ચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયું છે. તો આંબેચા અને ગલોદર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. પાછોતરો વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દાદર, બરડીયા, નાની મોણપરીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. અનરાધાર વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદના કારણે ગામની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, તો બીજી તરફ પાછોતરો વરસાદ પડતા ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીના પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.
આ ઉપરાંત જૂનાગઢના માળીયા હાટીના પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. જેના કારણે મહારાણા પ્રતાપ ચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયું છે. તો આંબેચા અને ગલોદર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. પાછોતરો વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે.
Latest Videos