મહેસાણાના કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
મહેસાણા ફૂડ વિભાગ અને LCB ની ટીમે, સ્થળ પરથી 24,297 કીલો લુઝ ઘી, 4979 કિલો લુઝ પામોલિન, 8036 કિલો રિફાઇન પામોલિન અને 5798 કિલો ફોરેન ફેટનો જથ્થો સિઝ કર્યો છે.
તહેવારોની સીઝનમાં જ શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીનો મોટો જથ્થો મહેસાણાના કડીમાંથી ઝડપાયો છે. મહેસાણા ફૂડ વિભાગ અને LCB ની ટીમે ગત મોડી રાત્રે બાતમીના આધારે કડી જીઆઈડીસીમાં આવેલા પાંચ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ પામ ઓઇલ, ફોરેન ફેટ મિક્ષ કરીને ઘી બનાવવામાં આવતું હતું. જો કે ફૂડ વિભાગ અને LCB ની ટીમે શંકાસ્પદ ઘીના નમૂના લઈને વધુ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે. શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીનો માલિક હાલમાં ફરાર છે. પોલીસે તેને શોધવાની કામગીરી હાથ ધરી છે.
મહેસાણા ફૂડ વિભાગ અને LCB ની ટીમે, સ્થળ પરથી 24,297 કીલો લુઝ ઘી, 4979 કિલો લુઝ પામોલિન, 8036 કિલો રિફાઇન પામોલિન અને 5798 કિલો ફોરેન ફેટનો જથ્થો સિઝ કર્યો છે. 43,109 કિલો કુલ શંકાસ્પદ ઘીનો જથ્થો કે જેની કિંમત રૂપિયા 1,24,87,865નો જથ્થો ઝડપીને ફૂડ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
With input from Manish Mistry Mehsana
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
