AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘કપિલ શર્મા શો’ ફેમ Atul Parchure નું નિધન, ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા

'કપિલ શર્મા શો' ફેમ અતુલ પરચુરેનું આજે 14મી ઓક્ટોબરે નિધન થયું છે. અતુલ પરચુરેએ 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ અનુસાર, અભિનેતા લાંબા સમયથી કેન્સરથી પીડિત હતો. અભિનેતાના નિધન બાદ સિનેમા જગતમાં શોકનો માહોલ છે. અતુલ પરચુરેના નિધનથી ચાહકોને આઘાત લાગ્યો છે.

Breaking News : 'કપિલ શર્મા શો' ફેમ Atul Parchure નું નિધન, ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા
| Updated on: Oct 14, 2024 | 8:42 PM
Share

‘કપિલ શર્મા શો’ ફેમ અતુલ પરચુરેનું આજે 14મી ઓક્ટોબરે નિધન થયું છે. અતુલ પરચુરે તેમના શાનદાર અભિનય માટે જાણીતા હતા. અતુલ પરચુરેએ 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અહેવાલ મુજબ, અભિનેતા લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા, પરંતુ આજે અભિનેતાએ યુદ્ધ હારી અને દુનિયાને અલવિદા કહી દીધું. હવે અભિનેતાના અવસાન બાદ સમગ્ર સિનેમા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Instagram पर यह पोस्ट देखें

Viral Bhayani (@viralbhayani) द्वारा साझा की गई पोस्ट

મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી લોકોને દિવાના બનાવનાર અતુલ પરચુરેના અવસાનથી દરેકને આઘાત લાગ્યો છે. તમને જણાવી દઈએ કે અતુલ પરચુરેને તેમની બીમારી વિશે થોડા વર્ષો પહેલા જ ખબર પડી હતી. અતુલ પરચુરે ‘કપિલ શર્મા શો’માં ઘણા પાત્રો ભજવવા માટે જાણીતા હતા.

રિપોર્ટ અનુસાર, એક્ટર કેન્સર બાદ ખૂબ જ નબળા પડી ગયા હતા. અતુલ પરચુરે પાછળ એક મોટો પરિવાર છોડી ગયો છે. તમને જણાવી દઈએ કે અભિનેતાના પરિવારમાં તેની માતા, પત્ની અને પુત્રી છે.

આ શો અને ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે એક્ટર

કપિલ શર્મા શો સિવાય અભિનેતાએ કોમેડી સર્કસ, યમ હૈ હમ, આરકે લક્ષ્મણ કી દુનિયા જેવા શોમાં પોતાનો જાદુ બતાવ્યો છે. ચાહકો તેની કોમેડી માટે દિવાના હતા. ટીવી સિરિયલો સિવાય અતુલ તેની ફિલ્મો માટે પણ જાણીતો છે. તમને જણાવી દઈએ કે અભિનેતા શાહરૂખ ખાન સાથે બિલ્લુમાં જોવા મળ્યો છે. તે સલમાન ખાન સાથે પાર્ટનર અને અજય દેવગન સાથે ઓલ ધ બેસ્ટ ફિલ્મમાં પણ જોવા મળ્યો છે. અતુલ ક્યૂંકી, સલામ-એ-ઈશ્ક, કલયુગ, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, અને ખિચડી જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">