સાઉથ આફ્રિકા ટૂર પર ફ્લોપ રહ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) માં મોટા ફેરફારો થવાની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ની જગ્યા જોખમમાં છે અને તેમની જગ્યાએ યુવા બેટ્સમેનોને તક આપવામાં આવી રહી છે. બંને અનુભવી બેટ્સમેનો સતત નિષ્ફળ જઇ રહ્યા છે. તેઓને એક બાદ એક મોકા અપાતા ગયા પરંતુ હવે હાલની પરિસ્થિતીને જોતા આ બંને ખેલાડીઓને માથે લટકતી તલવાર થઇ ચુકી છે. શક્ય છે તેઓને શ્રીલંકા સામેની ઘર આંગણાની સિરીઝથી જ બાકાત કરી દેવામાં આવે છે.
આ સિરીઝ 25 ફેબ્રુઆરીથી બેંગલુરુમાં શરૂ થનારી છે, જેમાં રોહિત શર્મા પણ જોવા મળશે. સમાચાર એજન્સીના મુજબ ભારત શ્રીલંકા સામે તેમના ઘરે 2 ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન શુભમન ગિલ અને હનુમા વિહારીને તક આપી શકે છે. ગિલ મોટાભાગે ઓપનર તરીકે રમ્યો છે પરંતુ એકવાર તે ઈજામાંથી સાજો થઈ જાય અને પોતાને ઉપલબ્ધ કરાવે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો તેને મધ્યમ ક્રમના નિષ્ણાત બેટ્સમેન તરીકે પસંદ કરશે.
પૂજારા અને રહાણેનું રાષ્ટ્રીય ટીમમાંથી બહાર થવું નિશ્ચિત છે. જો કોચ રાહુલ દ્રવિડ સિલેક્શન કમિટીને કહે કે બંને આઉટ ઓફ ફોર્મ બેટ્સમેનોને છેલ્લી તક આપે તો જ તેઓ પોતાનું સ્થાન બચાવી શકશે. પરંતુ જો આવું થશે તો તે તમામ પ્રતિસ્પર્ધી યુવાનોને ચોક્કસપણે નિરાશ કરશે જેઓ તેમની કારકિર્દીમાં યોગ્ય સમયે તક ન મળવાને કારણે નિરાશા અનુભવી શકે છે.
પુજારાએ પોતાની ટેસ્ટ કરિયરની શરુઆત વર્ષ 2010 ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુ ટેસ્ટમાં કરી હતી. આ દરમિયાન તેણે 95 ટેસ્ટ મેચ રમી ચુકેલ પુજારાએ 162 ઇનીંગમાં 6713 ટેસ્ટ રન નોંધાવ્યા છે. પુજારાના નામે બે બેવડી સદી નોંધાયેલી છે. જે તેણે એક ઓસ્ટ્રેલિયા (204) સામે અને બીજી ઇંગ્લેન્ડ (206 અણનમ) સામે નોંધાવી હતી. પુજારાએ આ દરમિયાન 18 શતક અને 32 અર્ધશતક નોંધાવ્યા છે. તેની બેટીંગ એવરેજ 23.87ની રહી છે. પુજારા 11 વાર શૂન્ય રને વિકેટ ગુમાવી છે. તેનો ઓસ્ટ્રેલિયા સામે દેખાવ ખૂબ શાનદાર રહ્યો છે. તેણે 37 ઇનીંગમાં 1890 રન કિવી સામે નોંધાવ્યા છે.
અંતિમ 9 મેચની 18 ઇનીંગ પર નજર કરવામાં આવે તો પુજારા 3 અર્ધશતકીય ઇનીંગ રમ્યો છે. જેમાં અંતિમ 10 ઇનીંગ દરમિયાન તેના બેટથી માત્ર એક જ ફીફટી નોંધાઇ છે. આફ્રિકા પ્રવાસ દરમિયાન તેણે પ્રથમ મેચમાં 0 અને 16, બીજી ટેસ્ટમાં 03 અને 53 તેમજ અંતિમ ટેસ્ટમાં 43 અને 09 રનની ઇનીંગ રમી છે.
રહાણેને ઓસ્ટ્રેલિયા સામે વર્ષ 2013માં દિલ્હી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. ટીમ ઇન્ડિયાનો અનુભવી બેટ્સમેન. તે 82 ટેસ્ટ મેચ અત્યાર સુધીમાં રમી ચુક્યો છે. આ દરમિયાન 140 ઇનીંગ રમીને 4931 રન નોંધાવ્યા છે. રહાણેની ટેસ્ટ કરિયરની બેટીંગ એવરેજ 38.52ની રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં રહાણેએ 12 શતક અને 25 અર્ધશતક નોંધાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 188 રનનો ન્યુઝીલેન્ડ સામે નોંધાયો હતો. તે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ સામે એકંદરે સારુ પ્રદર્શન કરી ચુક્યો છે. તેણે સૌથી વધુ 3 ટેસ્ટ શતક દક્ષિણ આફ્રિકા સામે નોંધાવ્યા છે. જ્યારે ઇંગ્લેન્ડ સામે 6 અર્ધશતક નોંધાવ્યા છે.
અંતિમ પાંચ ટેસ્ટ મેચ દરમિયાન માત્ર એક વાર 50 કે તેથી વધુ રન નોંધાવી શક્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન પ્રથમ ટેસ્ટમાં 48 અને 20 રન બીજી ટેસ્ટ મેચમાં શૂન્ય અને 58 રનની ઇનીંગ રમી હતી. સિરીઝની અંતિમ કેપટાઇનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 9 અને 1 રનની કંગાળ રમત દર્શાવી હતી.