AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Captaincy: વિરાટ કોહલીના રાજીનામા બાદ સૌરવ ગાંગુલીએ હાથ ખંખેર્યા, કહ્યુ આ તેનો વ્યક્તિગત નિર્ણય

વિરાટ કોહલી (Virat Kohli ) એ શનિવારે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ ટેસ્ટ કેપ્ટન પદ છોડવાનો નિર્ણય લીધો હતો

Virat Kohli Captaincy: વિરાટ કોહલીના રાજીનામા બાદ સૌરવ ગાંગુલીએ હાથ ખંખેર્યા, કહ્યુ આ તેનો વ્યક્તિગત નિર્ણય
Virat Kohli ને કેપ્ટન પદે હટાવાયો ત્યારથી Sourav Ganguly તેના ફેન્સના નિશાના પર હતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 8:34 AM
Share

ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ના અચાનક રાજીનામાથી ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ત્રણ મહિના પહેલા ત્રણેય ફોર્મેટનો કેપ્ટન કોહલી હવે માત્ર બેટ્સમેન તરીકે ટીમ સાથે જોડાશે. કોહલીના કેપ્ટનશિપ છોડવાના નિર્ણય પર ચાહકોથી લઈને દિગ્ગજ ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર તેને ટેસ્ટનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવ્યો હતો. આ દરમિયાન, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ પણ કોહલીની કેપ્ટનશિપ વિશે ટ્વિટ કર્યું. જ્યારથી વિરાટ કોહલીએ T20ની કેપ્ટનશીપ છોડી છે ત્યારથી તેના અને સૌરવ ગાંગુલી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ ગાંગુલીને જૂઠા ઠેરવવા રુપ નિવેદન આવ્યા બાદ બંને વચ્ચે કંઈ જ સરખું રહ્યું નથી. પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ જોકે હવે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે કોહલીના આ નિર્ણયમાં BCCIનો કોઈ હાથ નથી. જ્યારે કોહલીને વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો ત્યારે ગાંગુલી ચાહકોના નિશાના પર હતો.

ગાંગુલીએ હાથ ખંખેર્યા!

સૌરવ ગાંગુલીએ મોડી રાત્રે ટ્વિટ કરીને લખ્યું કે કોહલીને સુકાની પદ છોડવા માટે કહેવામાં આવ્યું નથી પરંતુ તે તેના નિર્ણયનું સન્માન કરે છે. ગાંગુલીએ લખ્યું, ‘વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટે રમતના દરેક ફોર્મેટમાં સફળતા હાંસલ કરી છે. આ તેમનો અંગત નિર્ણય છે અને BCCI તેનું સન્માન કરે છે. ટીમ ઈન્ડિયાને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે તે ટીમ ઈન્ડિયાનો મહત્વનો હિસ્સો હશે. શાનદાર એક મહાન ખેલાડી.

વિરાટની કેપ્ટનશીપને લઈને વિવાદ ચાલી રહ્યો હતો

ICC T20 વર્લ્ડ કપ 2021ની નિષ્ફળતા બાદ વિરાટ કોહલીએ T20 ક્રિકેટની કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી તેને વનડેની કેપ્ટનશીપથી પણ હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારે સૌરવ ગાંગુલીએ નિવેદન આપ્યું હતું કે, તેણે કોહલીને T20ની કેપ્ટનશીપ છોડવા માટે કહ્યું હતું. જો કે, કોહલીએ આ નિવેદનનું ખંડન કર્યું અને કહ્યું કે તેને કોઈએ આવી વાત કરી નથી.

જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવી ત્યારે તેણે મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા સાથે ફોન પર વાતચીત કરી હતી. ટીમ અંગે ચર્ચા કર્યા બાદ તેણે કહ્યું કે તમે હવે ODI ટીમના કેપ્ટન નહીં રહો.

આ પણ વાંચોઃ Ahmedabad-Dungarpur Railway: અમદાવાદ ડુંગરપુર વાયા હિંમતનગર બ્રોડગેજ રેલ સેવાનો પ્રારંભ, શામળાજી રોડ સ્ટેશન પર રોકાશે

આ પણ વાંચોઃ  Virat Kohli Test Captaincy: વિરાટ કોહલી ભલે હવે કેપ્ટન નથી રહ્યો, પરંતુ આ 4 બાબતોનો તેને જીવનભર અફસોસ રહેશે!

g clip-path="url(#clip0_868_265)">