CSK vs DC IPL Match Result: દિલ્હીને 117 રનમાં સમેટી લઈ 91 રને ચેન્નાઈની જીત, સિઝનમાં સૌથી મોટો વિજય

Chennai Super Kings vs Delhi Capitals IPL Match Result: દિલ્હીના ફેન્સના દિલ તૂટી ગયા. જે પ્રમાણે દિલ્હીની ટીમ પાસેથી અપેક્ષા હતી એના કરતા વિપરીત રમત ચેન્નાઈ સામે જોવા મળી હતી અને કંગાળ રમત રમીને નિરાશ કર્યા હતા. ચેન્નાઈએ શાનદાર વિજય મેળવ્યો હતો.

CSK vs DC IPL Match Result: દિલ્હીને 117 રનમાં સમેટી લઈ 91 રને ચેન્નાઈની જીત, સિઝનમાં સૌથી મોટો વિજય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 11:29 PM

IPL 2022 ની 55મી મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (Chennai Super Kings vs Delhi Capitals) વચ્ચે રમાઈ હતી. એમએસ ધોની (MS Dhoni) એ વિશાળ અંતર થી દિલ્હીને હરાવીને મેચને જીતી લીધી છે. દિલ્હીની ટીમ 117 રનમાં જ સમેટાઈ ગઈ હતી, આમ 91 રન થી હાર મેળવી હતી. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીત્યો હતો અને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. જોકે તેની આ યોજના નિષ્ફળ રહી હતી. ચેન્નાઈએ 209 રનનુ વિશાળ લક્ષ્ય આપ્યુ હતુ, જેના જવાબમાં દિલ્હીની રમત કંગાળ જોવા મળી હતી. જેને લઈ દિલ્હીના ફેન્સના દિલ તૂટી ગયા હતા. આ જીત સિઝનની સૌથી મોટી જીત નોંધાઈ છે.

આ આખી સિઝનમાં, મેદાન પર દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન સાતત્યનો અભાવ દર્શાવે છે, જ્યારે મેદાનની બહાર ટીમને પણ કોરોના વાયરસના કેસોનો સામનો કરવો પડ્યો છે. CSK સામેની આ મેચ પહેલા પણ ટીમમાં એક નેટ બોલરને ચેપ લાગવાને કારણે આખી ટીમને ક્વોરેન્ટાઈન કરવી પડી હતી. આ સાથે કેટલાક ખેલાડીઓની ફિટનેસ પણ ટીમને મુશ્કેલીમાં મુકી છે. જો કે, તેમ છતાં, CSK સામે મજબૂત ટીમને બહાર કર્યા પછી પણ ટીમ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શકી ન હતી.

દિલ્હીની ઓપનીંગ જોડી માત્ર 16 જ રન સુધી ટકી હતી. શ્રીકર ભરત માત્ર 8 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ડેવિડ વોર્નર પણ 19 રન જોડીને બીજી વિકેટના રુપમાં આઉટ થયો હતો. આમ શરુઆત થી જ દિલ્હીની મુશ્કેલીઓ શરુ થઈ ચુકી હતી. બાદમાં મિશેલ માર્શે ટીમની જવાબદારી કેપ્ટન ઋષભ પંત સાથે મળીને સંભાળવા પ્રયાસ કર્યો હતો. જોકે તે જોડી પણ વધુ સમય ક્રિઝ પર નહી ટકતા ટીમની હાર નિશ્વિત થઈ ચુકી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પંતે 11 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. જ્યારે માર્શે, 20 બોલમાં 25 રન કર્યા હતા. ત્યાર બાદ રોવમેન પોવેલે 3 રન, રિપલ પટેલે 6 રન, અક્ષર પટેલે 1 રન, કુલદીપ યાદવે 5 રન અને ખલીલ અહેમદ શૂન્ય રનમાં આઉટ થયો હતો. શાર્દૂલ ઠાકુરે 19 બોલમાં 24 રન કર્યા હતા. આમ મોટી ઈનીંગની ખોટ રહેવાને લઈને દિલ્હીની ટીમે સિઝનની મોટી હાર મેળવવી પડી હતી.

મોઈન અલીએ માત્ર 13 રન આપી 3 વિકેટ ઝડપી

મોઈન અલીએ 4 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. મુકેશ ચૌધરી, સિમરજીત સિંહ અને ડ્વેન બ્રાવો એ 2-2 વિકેટ ઝડપી હતી. મહિષ તિક્ષણાએ 1 વિકેટ ઝડપી હતી. મોઈન અલીએ ઋષભ પંત, મિશેલ અને માર્શ અને રિપલ પટેલની વિકેટ ઝડપી હતી. તેની પ્રદર્શને જ દિલ્હીને મુશ્કેલીમાં મુકી દીધુ હતુ.

Latest News Updates

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">