AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલી આ સિંગરનો ચાહક છે, દરેક મેચ પહેલા આ ખાસ ગીત સાંભળે છે, જાણો તેનું ખાસ કારણ

દિલ્લીમાં વિરાટ કોહલીએ પોતાના બ્રૈન્ડ વન8 કમ્યુન ગ્લોબલ પ્રીમિયર રાખ્યું હતુ. જ્યાં તે સિંગર સાથે બેસ્યો હતો.આ દરમિયાન ક્રિકેટર વિરાટ કોહલીએ જણાવ્યું કે, તે સિંગરનું ગીત વિનિંગ સ્પીચ ખુબ પસંદ છે. કારણ કે, તેનું એક ઈમોશનલ કનેક્શન પણ છે.

વિરાટ કોહલી આ સિંગરનો ચાહક છે, દરેક મેચ પહેલા આ ખાસ ગીત સાંભળે છે, જાણો તેનું ખાસ કારણ
Image Credit source: AI
| Updated on: Jun 22, 2026 | 9:31 AM
Share

ઈન્ડિયાનો સુપરસ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના ચાહકો મોટી સંખ્યામાં છે. જે તે કરે છે ચાહકો પણ તેને ફોલો કરવાનું શરુ કરી દે છે. વિરાટ કોહલીની સ્ટાઈલ કોપી કરવામાં આવે છે. હાલમાં જ ક્રિકેટરે પોતાના બ્રૈન્ડ વન8 કમ્યુનનું ગ્લોબલ પ્રીમિયર રાખ્યું હતુ. જેમાં લાખોની સંખ્યામાં ચાહકો પહોંચ્યા હતા.

વિરાટ- કરણ ઔજલાનું કોલૈબ

21 જૂનના રોજ દિલ્હીના દ્વારકા સ્થિત યશભુમિમાં આ ઈવેન્ટ રાખવામાં આવી હતી. જેમાં વિરાટ કોહલીની સાથે-સાથે પંજાબી સિંગર કરણ ઔજલલા પણ આવ્યો હતો. બંન્ને પોતાની ફીલ્ડમાં ફેમસ છે. ત્યારે આ કૌલેબને સોશિયલ મીડિયા પર ખુબ સેલિબ્રેટ કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન વિરાટ કોહલીએ કરણના એક ગીતને પોતાનું ફેવરિટ બતાવી સિંગરના વખાણ કર્યા હતા.

વિરાટ કોહલીએ કહ્યું કે, કરણ ઔજલાનો ચાહક તે ત્યારથી છે. જ્યારે તેમણે પોતાના કરિયરની શરુઆત કરી હતી. ક્રિકેટરે જણાવ્યું કે, તેમણે સિંગરનું ગીત વિનિંગ સ્પીચ ખુબ પસંદ છે. આ ગીત દરેક મેચ પહેલા સાંભળે છે. વિરાટ કોહલીએ પોતાની સાથે બેસેલા કરણ ઔજલાને કહ્યું તમે દિલથી ગીત લખો છો. અહી તમારું ક્રિએશન સ્પષ્ટ જોઈ શકાય છે. તમારી જિંદગીની સ્ટોરી ખુબ ખાસ છે.

તમારું જે ગીત મને ખુબ પસંદ છે તે વિનિંગ સ્પીચ છે. આ ગીત તમારા સ્ટ્રગલ અને અત્યારસુધીની સફરને રજુ કરે છે. મને તેમા મારી જિંદગીની ઝલક જોવા મળે છે. મે પણ ખુબ નાની ઉંમરે મારા પિતાને ગુમાવ્યા હતા. આ માટે આ ગીત મારા માટે ખુબ ખાસ છે. મેચ રમવા જતા પહેલા હું આ ગીત અનેક વખત સાંભળી ચૂક્યો છું.

કઈ મેચને અપ્રોચ કરે છે વિરાટ કોહલી?

વિરાટ કોહલી ઈન્ડિયાનો સૌથી શાનદાર ખેલાડી માનવામાં આવે છે. કેટલીક વખત મુશ્કેલ પરિસ્થિતમાં પણ તે પોતાની તાકત પર આખી મેચ જીતાડે છે. આ ઈવેન્ટ દરમિયાન ક્રિકેટરે જણાવ્યું કે, આવી પરિસ્થિતિ મને ગમે છે. જ્યારે મેચ સંપૂર્ણ રીતે હાથમાંથી નીકળી જાય છે. તે માને છે કે, આ સમયે અંદરથી બેસ્ટ નીકળે છે. વિરાટ કોહલી દરેક પરિસ્થિતિમાં એક નાની તક શોધવાનો પ્રયત્ન કરે છે.

તમને જણાવી દઈએ કે, સિંગર કરણ ઔજલાનું આ ગીત લવ ફેડ રિલીઝ થઈ ચૂક્યું છે. જેને ચાહકો ખુબ પ્રેમ આપી રહ્યા છે. આ સિવાય કરણ ઔજલા ટુંક સમયમાં ઓસ્ટ્રેલિયા ટુર કરશે. જેમાં અલગ અલગ શહેરોમાં કોન્સર્ટ કરશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આઈપીએલ 2025ની ટ્રોફી જીતનાર વિરાટ કોહલીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">