AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCIની ખુલ્લી ચેતવણી છતાં, IPL વધુ એક નવું ‘ફોન કૌભાંડ’ સામે આવ્યું

સીએસકે અને લખનૌ વચ્ચે રમાયેલી એક મેચમાં એક નવો ફોન કાર્ડ ચર્ચાનો વિષય બની ચૂક્યું છે. બીસીસીઆઈના નિયમો અનુસાર સ્પોર્ટ સ્ટાફ અને ખેલાડીઓને મેચ દરમિયાન ફોનનો ઉપયોગ કરવો નિયમોનું ઉલ્લંધન છે.

Breaking News : BCCIની ખુલ્લી ચેતવણી છતાં, IPL વધુ એક નવું 'ફોન કૌભાંડ' સામે આવ્યું
| Updated on: May 11, 2026 | 10:44 AM
Share

10 મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ રમાઈ હતી. સીએસકેએ શાનદાર પ્રદર્શન કરી લખનૌ સુપર જાયન્ટસને 5 વિકેટથી હરાવ્યું હતુ. તેમજ પોતાની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવતી રાખી છે. લખનૌની બેટિંગ દરમિયાન ફોન કાંડની વધુ એક ઘટના કેમેરામાં કેદ થઈ છે. જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફરી આવ્યો ફોન કાંડ

મેચમાં જ્યારે જોશ ઈગ્લિશ બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે કેમેરામાં લખનૌના કેમ્પ તરફ કેમેરો ફરયો હતો. આ દરમિયાન એક વ્યકિત ફોન પર વાત કરતો જોવા મળ્યો હતો. આ ફોટો જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બીસીસીઆઈના નિયમો અનુસાર મેચ દરમિયાન ખેલાડી અને સપોર્ટ સ્ટાફ ફોનનો ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી કે, ફોનનો ઉપયોગ કરનાર વ્યક્તિ લખનૌ સુપર જાયન્ટસના સ્ટાફનો હતો કે પછી વીઆઈપી ડગઆઉટમાં બેસેલો ચાહક હતો આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

આઈપીએલના પ્લેયર એન્ડ મેચ ઓફિશિયલ એરિનાના નિયમો અનુસાર માત્ર ટીમના મેનેજરોને જ મોબાઈલ ફોન ઉપયોગ કરવાની પરવાનગી હોય છે પરંતુ મેનેજરને માત્ર ડ઼્રેસિગ રુમમાં ફોનનો ઉપયોગ કરવાની પરવાનગી હોય છે. ડગ આઉટમાં નહી.

રાજસ્થાનના મેનેજરને મળી ચૂકી છે સજા

આઈપીએલ 2026માં આ પહેલા રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિંડરને ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે તેના પર 1 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. જેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આઈપીએલ 2026માં અત્યારસુધી અનેક વિવાદ આવી ચૂક્યા છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને પણ મેચ દરમિયાન ઈ સિગારેટનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઈએ તેની મેચ ફી કાપી હતી.

તમને જણીવી દઈએ કે,આઈપીએલ 2026ના પોઈન્ટટેબલમાં લખનૌ સુપર જાયન્ટસની ટીમ 10માં સ્થાને છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
તમે ધીરજનો અભાવ અનુભવી શકો છો, વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
સુવેન્દુ અધિકારીની અપીલ: બંગાળમાં 5000 કાર્યકરોના જીવ બચ્યાનો દાવો
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઠપ્પ: ખેડૂતો સસ્તા ભાવે વેચવા મજબૂર
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
મોરબી મનપામાં હાજરી કૌભાંડનો 'પર્દાફાશ', 8 કર્મચારી સામે નોંધાઈ ફરિયાઈ
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
બાબરા હત્યા કેસમાં મોટો ખુલાસો: સમાધાનના બહાને બોલાવી યુવકની હત્યા
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો 'વાયરલ વીડિયો'માં આક્ષેપ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
મોરબીમાં સાવર તળાવ પાસે ચાલશે બુલડોઝર: 180 ગેરકાયદે દબાણોને આખરી નોટિસ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં કરશે રાત્રીરોકાણ
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
Breaking News : યાત્રાધામ ડાકોરમાં લાગો વધારવાનો નિર્ણય મોકૂફ
g clip-path="url(#clip0_868_265)">