AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : એક્શનમાં જોવા મળશે T20 ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર ખેલાડી, MI 14 વર્ષનો ઇતિહાસ બદલવા માટે મેદાનમાં ઉતરશે

IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આમને-સામને આવશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યાં બંન્ને ટીમ પોતાના પડકારનો સામનો કરશે.આ મેચમાં આ વર્ષે T20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન પણ ભાગ લેશે તેવી આશા છે.

IPL 2026 : એક્શનમાં જોવા મળશે T20 ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારનાર ખેલાડી, MI 14 વર્ષનો ઇતિહાસ બદલવા માટે મેદાનમાં ઉતરશે
| Updated on: Mar 29, 2026 | 1:27 PM
Share

આઈપીએલની 19મી સીઝનની બીજી મેચ આજે કોલકાતા નાઈટરાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ વાનખેડે સ્ટિડયમમાં રમાશે. જેના માટે બંન્ને ટીમ તૈયાર છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડમાં આઈપીએલ 2026ની શરુઆત કરી 14 વર્ષનો ઈતિાસ બદલવા મેદાનમાં ઉતરશે. તો કોલકાતા નાઈટ રાઈડર્સ પણ આ મેચ જીતી વાનખેડેમાં પોતના ખરાબ રેકોર્ડને દુર કરશે. બંન્ને ટીમ વચ્ચે રમાનારી મેચમાં એક ખેલાડી માટે ખાસ રહેવાની છે. આઈપીએલ 2026માં પહેલી વખત એક્શનમાં જોવા મળશે. જેના માટે આ વર્ષે 20માં સૌથી વધારે સિક્સ ફટકારી હતી.

MI 14 વર્ષનો ઇતિહાસ બદલવા મેદાનમાં ઉતરશે

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલની સૌથી સફળ ટીમ છે. તેમણે 5 વખત ખિતાબ જીત્યો છે. આ વખતે તે દાવેદાર છે. પરંતુ વાત સીઝનના પહેલા મેચની જીતવાની આવે છે. તો છેલ્લા 14 વર્ષમાં આવું કાઈ જોવા મળ્યું નથી. મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી વખત વર્ષ 2012માં પોતાની પહેલી આઈપીએલ મેચ જીતી હતી. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ 14 વર્ષનો ઈતિહાસ બદલવા ઈચ્છશે.

KKRનો MI વિરુદ્ધ ખરાબ રેકોર્ડ

મુંબઈ ઈન્ડિયન્સ માટે 14 વર્ષના ઈતિહાસને પલટાવવું સરળ રહેશે.આવું એટલા માટે કારણ કે, કોલકાતા નાઈટ રાઈડર્સ વાનખેડે પર તેની સામે રેકોર્ડ સારો નથી. કોલકાતાએ વાનખેડેમાં મુંબઈ વિરુદ્ધ 12 મેચ રમી છે. તેમાંથી માત્ર 2 મેચમાં જ જીત મેળવી છે. જેમાંથી એક જીતે તેને 2012માં મળી હતી. તેમજ બીજી જીત 2024માં જો કેકેઆર પોતાના આ રેકોર્ડને દુર કરવા માંગે છે. તો કોઈ પણ સંજોગોમાં તેમણે મુંબઈ ઈન્ડિયન્સને હરાવવું પડશે.

એક્શનમાં જોવા મળશે સૌથી સિક્સ ફટકાવનાર ખેલાડી

MI vs KKRની મેચમાં બંન્ને ટીમો દ્વારા અનેક ખેલાડીઓ પર ફોક્સ રહેશે. જેમાં રોહિત શર્મા, સુનીલ નરેન,હાર્દિક પંડ્યા,ક્વિંટન ડિકોક જેવા નામ છે. પરંતુ એક ખેલાડી પર બધાની નજર રહેશે. તે છે ફિન એલન જેમણે વર્ષ 2026માં અત્યારસુધી 16 ટી20 ઈનિગ્સમાં સૌથી વધારે 50 સિક્સ ફટકારી છે. ફિન એલને કેકેઆરે માત્ર 2 કરોડમાં ટીમમાં સામેલ કર્યો છે. ઓપનિંગમાં ઉતરનાર ફિન એલન મુંબઈ વિરુદ્ધ ધમાકો કરતો જોવા મળશે.

આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાનો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
g clip-path="url(#clip0_868_265)">