AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ટીમ બસથી હોટલ રૂમ સુધી… ગર્લફ્રેન્ડ સાથે ફરતા ખેલાડીઓ પર BCCI લેશે એક્શન, નવી ગાઈડલાઈન કરશે જાહેર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL 2026 માં ખેલાડીઓ અને ટીમ અધિકારીઓ માટે કડક માર્ગદર્શિકા લાવવા જઈ રહ્યું છે. બોર્ડના જણાવ્યા અનુસાર, કેટલાક ખેલાડીઓ સાથે અનધિકૃત લોકો ટીમ બસ અને હોટલમાં જોવા મળ્યા હતા, જે નિયમોના વિરુદ્ધ છે. આ મામલે હવે BCCI કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે અને નવા નિયમો જલ્દી જાહેર થઈ શકે છે.

Breaking News: ટીમ બસથી હોટલ રૂમ સુધી... ગર્લફ્રેન્ડ સાથે ફરતા ખેલાડીઓ પર BCCI લેશે એક્શન, નવી ગાઈડલાઈન કરશે જાહેર
players travelling with girlfriendImage Credit source: X/INSTAGRAM
| Updated on: May 07, 2026 | 8:48 PM
Share

IPL દરમિયાન ખેલાડીઓના વર્તન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને BCCI ગંભીર બન્યું છે. બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે આ સિઝનમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ખેલાડીઓ સાથે તેમના નજીકના લોકો ટીમના પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. બોર્ડનું માનવું છે કે આવી પ્રવૃત્તિઓથી સુરક્ષા અને ભ્રષ્ટાચાર વિરોધી પ્રોટોકોલ પર અસર પડી શકે છે.

ગર્લફ્રેન્ડની ખેલાડી સાથે ટીમ બસમાં મુસાફરી

સૈકિયાના જણાવ્યા અનુસાર, કેટલાક અનધિકૃત વ્યક્તિઓ ખેલાડીઓ સાથે ટીમ બસમાં મુસાફરી કરી રહ્યા હતા અને ટીમ હોટલમાં પણ રોકાઈ રહ્યા હતા. ઉપરાંત, તેઓ ખેલાડીઓ અને અધિકારીઓના રૂમ સુધી પણ પહોંચી રહ્યા હતા. BCCIએ આ વર્તનને ગંભીર ગણાવીને સ્પષ્ટ કર્યું છે કે તે નિયમોનું ઉલ્લંઘન છે.

પ્રતિબંધિત વિસ્તારોમાં એન્ટ્રી, નિયમનું ઉલ્લંઘન

BCCI હવે IPL ટીમ માલિકો અને ફ્રેન્ચાઇઝી અધિકારીઓ માટે પણ નવા નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે. બોર્ડના જણાવ્યા પ્રમાણે, કેટલાક માલિકો લાઈવ મેચ દરમિયાન એવા વિસ્તારોમાં જઈ રહ્યા હતા જ્યાં તેમની એન્ટ્રી પ્રતિબંધિત છે. ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં પ્રવેશને લઈને બોર્ડ વધુ સખ્ત બન્યું છે.

હાર્દિક-અર્શદીપ-ઈશાન ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા

આ સિઝનમાં હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ તેમના પાર્ટનર સાથે જાહેરમાં જોવા મળ્યા હતા. કેટલાક પ્રસંગોમાં તેઓ ટીમ સાથેની મુસાફરી દરમિયાન પણ સાથે દેખાયા હતા. જોકે, BCCIએ કોઈ એક ખેલાડીનું નામ લઈને કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરી નથી.

BCCI ગાઈડલાઈન જાહેર કરશે

આવનારા દિવસોમાં BCCI દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર થવાની શક્યતા છે. તેમાં ખેલાડીઓ, ટીમ અધિકારીઓ અને ફ્રેન્ચાઇઝી માલિકો માટે અલગ-અલગ નિયમો નક્કી થઈ શકે છે. બોર્ડનું મુખ્ય ધ્યાન IPLની શિસ્ત, સુરક્ષા અને પારદર્શિતા જાળવી રાખવા પર રહેશે.

Breaking News: બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

Follow Us
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
ઉપલેટા ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી?
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
જુનાગઢ APMC માં ગત વર્ષની સરખામણીએ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
ખેડૂતોએ લોન લઈ વાવેતર કર્યુ હવે વરસાદ ખેંચાતા પાક બળી જવાની ભીતિ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
અંકલેશ્વરના પાનોલીમાં કેમિકલ આગનો તાંડવ
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
બારડોલીમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
g clip-path="url(#clip0_868_265)">