Breaking News : ક્રિકેટમાં ફરી ફિક્સિંગ! ICCએ વર્લ્ડ કપ પહેલા 8 લોકોને કર્યા સસ્પેન્ડ
ICCએ હાલમાં જ બધાને સસ્પેન્ડ કર્યા છે અને જવાબ આપવા માટે થોડા દિવસનો સમય પણ આપ્યો છે. ICC આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, લીગ ક્રિકેટ અને વિશ્વભરમાં રમાતી અન્ય પ્રકારની ક્રિકેટ પર સતત નજર રાખે છે. ICCની એન્ટી કરપ્શન બ્યુરો સમયાંતરે ખેલાડીઓ અને ક્રિકેટ બોર્ડ સાથે મળીને અલગ-અલગ પ્રકારની તપાસ કરે છે અને તેમાં આ બધુ બહાર આવ્યું છે.

ICC : ભારતમાં વર્લ્ડ કપ શરુ થવાને માત્ર 15 દિવસ બાકી છે. દુનિયાભરના ક્રિકેટ ચાહકો આ મોટી ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ પહેલા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે આઈસીસીએ એક લીગમાં મેચ ફિક્સિંગનો ખુલાસો કર્યો છે . આ આરોપમાં ઘણા લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ICCએ અમીરાત ક્રિકેટ બોર્ડ હેઠળ યોજાનારી અબુ ધાબી T-10 લીગમાં કુલ 8 લોકો પર અનિયમિતતાનો આરોપ લગાવ્યો છે.
ICCએ નાસિર હુસૈન પર કલમ 2.4.3, કલમ 2.4.4 અને કલમ 2.4.6 લગાવી છે. આ અંતર્ગત આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ રમતી વખતે કેટલીક ગિફ્ટ મળવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેની માહિતી છુપાવવામાં આવી છે. ICC અનુસાર, આ બધી ગેરરીતિઓ અબુ ધાબી T-10 લીગની 2021ની આવૃત્તિમાં થઈ હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના પૂર્વ ઓલરાઉન્ડર નાસિર હુસૈન સહિત કુલ 8 લોકોના નામ તેમાં સામેલ છે. જેમાં ક્રિકેટરો, સપોર્ટ સ્ટાફ અને ટીમના માલિકોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : માત્ર બે મેચમાં રોહિત શર્માએ સૌરવ ગાંગુલી પાસેથી કપ્તાનીમાં ‘માસ્ટરસ્ટ્રોક’ શીખ્યો
કોણ છે નાસિર હુસૈન ?
નાસિર હુસૈન બાંગ્લાદેશ માટે 19 ટેસ્ટ, 65 ODI મેચ અને 31 T-20 મેચ રમ્યા છે. તેણે 2017 થી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું નથી, જ્યારે તે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને કેટલીક અન્ય લીગમાં સક્રિય છે. આ સિવાય અબુ ધાબી T-10 લીગના બે ટીમ માલિકો કૃષ્ણ કુમાર ચૌધરી અને પરાગ સંઘવી સામે પણ આરોપો લગાવવામાં આવ્યા છે.
જેમના પર એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓને સહકાર ન આપવાનો આરોપ છે. એટલું જ નહીં કેટલીક ટીમના હિટિંગ કોચ, ટીમ મેનેજર, આસિસ્ટન્ટ કોચ અને અન્ય બે ડોમેસ્ટિક ખેલાડીઓ પર પણ આરોપો લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Asian Games 2023: ભારતની ખરાબ શરૂઆત, પહેલી જ મેચમાં ચીને 5-1થી હરાવ્યું
ICCએ હાલમાં જ બધાને સસ્પેન્ડ કર્યા છે અને જવાબ આપવા માટે થોડા દિવસનો સમય પણ આપ્યો છે. ICC આંતરરાષ્ટ્રીય ક્રિકેટ, લીગ ક્રિકેટ અને વિશ્વભરમાં રમાતી અન્ય પ્રકારની ક્રિકેટ પર સતત નજર રાખે છે. ICCની એન્ટી કરપ્શન બ્યુરો સમયાંતરે ખેલાડીઓ અને ક્રિકેટ બોર્ડ સાથે મળીને અલગ-અલગ પ્રકારની તપાસ કરે છે અને તેમાં આ બધુ બહાર આવ્યું છે.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Latest News Updates





