Asian Games 2023: ભારતની ખરાબ શરૂઆત, પહેલી જ મેચમાં ચીને 5-1થી હરાવ્યું
ભારતીય ફૂટબોલ ટીમને ચીનના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની આ પ્રથમ મેચ હતી, તેથી ભારતીય ટીમને હજી વાપસી કરવાનો મોકો મળશે પરંતુ ટીમના ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કરવું પડશે. પહેલી જ મેચમાં ભારતની હાર થતાં ફેન્સ સાથે ખેલાડીઓ પણ નિરાશ થયા છે.
ચીનના ગુઆંગઝૂ શહેરમાં આયોજિત એશિયન ગેમ્સ 2022 (Asian Games)માં ભારતની શરૂઆત ખરાબ રહી છે. મંગળવારે સાંજે રમાયેલી ફૂટબોલ મેચમાં ચીને (China) ભારતને 5-1થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી એકમાત્ર ગોલ આર. પ્રવીણે કર્યું અને આ વખતે કેપ્ટન સુનીલ છેત્રીનો જાદુ ચાલ્યો નહીં. આ કારમી હાર બાદ ટીમ ઈન્ડિયા (Team India) પોતાના ગ્રુપમાં ચોથા નંબર પર પહોંચી ગયું છે.
પહેલા હાફમાં બંને ટીમ બરાબરી પર રહી
આ મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી, ચીને 17મી મિનિટે જ ગોલ કર્યો હતો. જોકે, પહેલા હાફમાં જ ભારત તરફથી આર. પ્રવીણે ગોલ કરીને સ્કોરને 1-1 સુધી પહોંચાડ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા માટે બીજો હાફ સારો સાબિત થયો ન હતો અને ચીને 51, 72, 76 અને 91 મિનિટે ગોલ કર્યા હતા.
FULL-TIME ⌛
Not the best second half, but we will come back stronger in the next game.
5-1
@SonySportsNetwk & @SonyLIV#CHNIND ⚔️ #19thAsianGames #IndianFootball ⚽ pic.twitter.com/LEYrv1F6Qf
— Indian Football Team (@IndianFootball) September 19, 2023
ચીન સામેની મેચમાં ભારતની પ્લેઈંગ 11:
ગુરમીત સિંહ (ગોલકીપર), લાલચુનુંગા, સંદેશ, આયુષ, સુમિત, અમરજીત, રહીમ અલી, રાહુલ, સુનીલ છેત્રી (કેપ્ટન), બી. મિરાન્ડા, અબ્દુલ અંજુ
સબસ્ટિટ્યુટ : વિશાલ યાદવ (ગોલકીપર), સેમ્યુઅલ જેમ્સ, વી. બેરેટો, રોહિત દાનુ, ધીરજ સિંહ, અઝફર નૂરાની.
China outwit Indian challenge in Hangzhou
Match report https://t.co/JWZfWz7flq#CHNIND ⚔️ #19thAsianGames #BlueTigers #IndianFootball ⚽ pic.twitter.com/Q7HsB3iprp
— Indian Football Team (@IndianFootball) September 19, 2023
આ પણ વાંચો : વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી સાથે પ્લેઈંગ-11માં બદલાવ નિશ્ચિત, આ ખેલાડી થશે બહાર!
ભારત-ચીન મેચ બાદ ગ્રુપ-Aની સ્થિતિ
ચીન- 1 મેચ, 3 પોઈન્ટ મ્યાનમાર- 1 મેચ, 3 પોઈન્ટ બાંગ્લાદેશ- 1 મેચ, 0 પોઈન્ટ ભારત- 1 મેચ, 0 પોઈન્ટ