AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભાવનગરના મહુવામાં 3200 મતદારોએ મતદાનનો કર્યો બહિષ્કાર, અધિકારીઓ મનાવવા પહોંચ્યા, જુઓ-Video

Breaking News: ભાવનગરના મહુવામાં 3200 મતદારોએ મતદાનનો કર્યો બહિષ્કાર, અધિકારીઓ મનાવવા પહોંચ્યા, જુઓ-Video

| Updated on: Apr 26, 2026 | 12:41 PM
Share

ભાવનગરમાં ગ્રામજનોએ અગાઉ પણ બ્રિજ બનાવવાની માગ લેખિતમાં રજૂ કરી હતી, પરંતુ સમસ્યાનો ઉકેલ ન આવતા તેઓમાં અસંતોષ ફેલાયો હતો. જેના પગલે ગામના અંદાજે 3200 જેટલા મતદારો મતદાનથી દૂર રહ્યા હતા.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉમણીયાવદર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનનો 3200 લોકો બહિષ્કાર કર્યો છે. ગામના લોકો દ્વારા ઝીબ્રા ક્રોસિંગ અને અંડરબ્રિજ બનાવવાની લાંબા સમયથી ચાલી આવતી માગ પુરી ના કરાતા તેમણે મતદાન આપવા ના જઈને તેનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અંડરબ્રિજ અને ઝીબ્રા ક્રોસિંગને લઈને માગ કરવામાં આવી હતી જે પુરી ન થઈ શકતા તેમણે નિર્ણય લીધો છે.

3200 જેટલા મતદારોએ મતદાનનો કર્યો બહિષ્કાર

મળતી માહિતી મુજબ, ગ્રામજનોએ અગાઉ પણ બ્રિજ બનાવવાની માગ લેખિતમાં રજૂ કરી હતી, પરંતુ સમસ્યાનો ઉકેલ ન આવતા તેઓમાં અસંતોષ ફેલાયો હતો. જેના પગલે ગામના અંદાજે 3200 જેટલા મતદારો મતદાનથી દૂર રહ્યા હતા.

ચૂંટણી અધિકારીઓ સમજાવવાનો કર્યો પ્રયાસ

ઘટનાની જાણ થતા ચૂંટણી અધિકારીઓ ગામે પહોંચી ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ પોતાની માગ પર અડગ રહી મતદાનમાં ભાગ નહોતો લીધો. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે.

માગ પુરી નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ

આ ઉપરાંત, ગ્રામજનોએ જણાવ્યું હતું કે મૂળભૂત સુવિધાઓના અભાવે રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેઓએ સ્પષ્ટ કહ્યું કે માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રકારના વિરોધ ચાલુ રહેશે. ગામમાં શાંતિપૂર્ણ રીતે બહિષ્કાર રાખવામાં આવ્યો હતો, પરંતુ પ્રશાસન માટે આ ઘટના ચિંતાનો વિષય બની છે.

Breaking News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, બાદમાં કામેશ્વર મહાદેવ મંદિરે કર્યા દર્શન-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">