Breaking News : કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાતું હોવાના આરોપ બાદ, EVM બદલવામાં આવ્યું
અમદાવાદ શહેરના વાસણા GB શાહ કોલેજના મતદાન મથકના EVM ના ગડબડી સામે આવી હતી.કોંગ્રેસ ઉમેદવારનું બટન ના દબાઈ રહ્યું હોવાની ફરિયાદ સામે આવી હતી. કોંગ્રેસ ઉમેદવારની લેખિતમાં ફરિયાદ બાદ EVM બદલવામાં આવ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યભરમાં મતદાન શરુ થઈ ચૂક્યું છે.10 હજારથી વધુ બેઠકો માટે 25 હજારથી વધુ ઉમેદવારો મેદાને છે.રાજ્યના 4 કરોડથી વધુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. અમદાવાદની 192 બેઠકો માટે મતદાન ચાલું છે. એક મત પણ ઉમેદવાર માટે ખુબ કિંમતી હોય છે. ત્યારે અમદાવાદમાં અલગ અલગ વોર્ડમાં મતદાનની પ્રકિયા સવારથી ચાલી રહી છે. માત્ર કોંગ્રેસના ઉમેદવારનું બટન કામ ન કરતું હોવાનો મામલો સામે આવ્યો હગતો.
EVM બદલવામાં આવ્યું
કોંગ્રેસ ઉમેદવાર જિજ્ઞેશ જોષીએ લેખિતમાં ફરિયાદ કરી હતી.આ લેખિત ફરિયાદ બાદ EVM બદલવામાં આવ્યું છે.વાસણામાં કોંગ્રેસ ઉમેદવારની ફરિયાદ બાદ EVM મશીન બદલવામાં આવ્યું છે.GB શાહ કોલેજના બુથ નંબર 43નું EVM બદલાવામાં આવ્યું છે.EVM મશીનમાં કોંગ્રેસ ઉમેદવાર જીગ્નેશ જોષીની 2 નંબરની સ્વીચ કામ ના કરતી હોવાની લેખિત ફરિયાદ કોંગ્રેસ ઉમેદવારે કરી હતી. આ લેખિત ફરિયાદ બાદ EVM બદલવામાં આવ્યું છે.EVMના અન્ય બટન મત લઈ રહ્યા છે, માત્ર કોંગ્રેસ ઉમેદવારનું બટન દબાતું ના હોવાની ફરિયાદ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો છે.