AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર સહિત 10 લોકોની અટકાયત, જાણો કારણ

Breaking News : રાજકોટના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર સહિત 10 લોકોની અટકાયત, જાણો કારણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2026 | 11:25 AM
Share

રાજકોટ-સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકો માટે આજે મતદાન છે.આ દરમિયાન રાજકોટમાંથી એક એવો મામલો સામે આવ્યો છે કે, તેમાં કોંગ્રેસના ઉમેદવારની પોલીસે અટકાયત કરી છે.

એક બાજુ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 15 મહાનગરપાલિકાના 261 વોર્ડની 1,044 બેઠકો, 84 નગરપાલિકાના 656 વોર્ડની 2,624 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1,090 બેઠકો તેમજ 260 તાલુકા પંચાયતની 5,234 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાજકોટ શેહરમાં ચૂંટણી વચ્ચે એક એવી ઘટના સામે આવી છે કે, આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

 

કોંગ્રેસના ઉમેદવારની અટકાયત

રાજકોટ-વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારની પોલીસે અટકાયત કરી છે. મકબુક દાવદાણી સહિત 20 લોકોની અટતાયત કરી છે.100 મીટરની અંદર પ્રચાર કરતા હોવાથી અટકાયત કરવામાં આવી છે. હાલમાં મામલો થોરાળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. તમને જણાવી દઈએ કે,આ ચૂંટણીમાં ભાજપે તમામ 9,292 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસના 8,443 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 5,261 ઉમેદવારો પણ મેદાનમાં ઉતરી ચૂંટણી જંગને રોમાંચક બનાવી રહ્યા છે. મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે, જે લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ અને ભાગીદારી દર્શાવે છે.

પરિમલ સ્કૂલમાં બબાલ

તેમજ બીજી એક પણ ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ કાલાવડ રોડ પરની પરિમલ સ્કૂલમાં બબાલ થઈ હતી.મતદારો ભાજપની કાપલી લઇને જતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવાએ વિરોધ કર્યો હતો.પોલીસે કાપલી દૂર કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકો માટે આજે મતદાન ચાલું છે.72 બેઠકો પર 236 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કુલ 6 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી.આમ આદમી પાર્ટીના 1, BSP માંથી 1 અને અપક્ષના 4 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી હતી

 

 

Breaking News : રાજવી માંઘાતાસિંહ વિન્ટેજ કારમાં બેસી મતાધિકારનો ઉપયોગ કર્યો, જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">