ફિલ્ડિંગ કરતાં પાકિસ્તાની પ્લેયરનું પેન્ટ ઉતરી ગયું, લાઈવ મેચમાં બની શરમજનક ઘટના, જુઓ વીડિયો
પાકિસ્તાનની ટીમને T20 શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનનો 3-0થી ક્લીન સ્વીપ કર્યો હતો. હોબાર્ટમાં રમાયેલી ત્રીજી T20માં પાકિસ્તાની ખેલાડીઓની હાલત ખરાબ થઈ ગઈ. આ મેચમાં ડેબ્યૂ કરનાર જહાંદાદ ખાનનું પેન્ટ ઉતરી ગયું હતું. જાણો કેવી રીતે થયો આ શરમજનક અકસ્માત?
ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં પાકિસ્તાનને 0-3થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હોબાર્ટમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ હાર દરમિયાન પાકિસ્તાન તરફથી ડેબ્યૂ કરનાર ખેલાડી જહાંદાદ ખાન સાથે કંઈક એવું થયું કે જે બાદ તેને ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. બોલ પકડવાને બદલે તે પોતાનું પેન્ટ એડજસ્ટ કરતો જોવા મળ્યો હતો. જાણો જહાંદાદનું શું થયું?
જહાંદાદનું પેન્ટ ઉતરી ગયું
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયન ઈનિંગની પ્રથમ ઓવરમાં જહાંદાદ ખાન શાહીન આફ્રિદીના બોલ પર ચોગ્ગો બચાવવા માટે બાઉન્ડ્રી લાઈન તરફ દોડ્યો હતો. આ દરમિયાન તેણે ડાઈવ લગાવી પરંતુ બોલ બાઉન્ડ્રી લાઈનને પાર કરી ગયો. ડાઈવિંગ કરતી વખતે જહાંદાદનું પેન્ટ નીચે ઉતરી ગયું. આ પછી, તેણે બોલને પકડવાને બદલે તેની પેન્ટ ઉપર ખેંચવાનું શરૂ કર્યું. જહાંદાદ સાથે આ દુર્ઘટના એટલા માટે થઈ કારણ કે તેણે તેનું પેન્ટ ચુસ્ત રીતે બાંધ્યું ન હતું અને તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું હતું.
Jahandad Khan loses his dacks! #AUSvPAK pic.twitter.com/9RMHWHlj2D
— cricket.com.au (@cricketcomau) November 18, 2024
જહાંદાદે સારી બોલિંગ કરી
પેન્ટ ઉતરી જવાની ઘટના બાદ જહાંદાદે બોલિંગ શરૂ કરી અને આ ખેલાડીએ તેની પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરે 3 ઓવરમાં 17 રન આપીને એક વિકેટ લીધી હતી. તેણે જેક ફ્રેઝર-મેકગર્કની વિકેટ લીધી હતી. જે મેચમાં શાહીન આફ્રિદી અને હરિસ રઉફને ખૂબ માર પડ્યો તે મેચમાં જહાંદાદનો ઈકોનોમી રેટ માત્ર 5.70 રન પ્રતિ ઓવર હતો.
પાકિસ્તાનની કારમી હાર
પાકિસ્તાન ટીમની વાત કરીએ તો તે 18.1 ઓવરમાં માત્ર 117 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. બાબર આઝમના 41 રન સિવાય અન્ય કોઈ બેટ્સમેન સારી બેટિંગ કરી શક્યો નહોતો. આ પછી ઓસ્ટ્રેલિયાએ માત્ર 11.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી 3-0થી સિરીઝ પઆર કબજો કર્યો હતો. સ્ટોઈનિસે 27 બોલમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 61 રનની આક્રમક ઈનિંગ રમી હતી.
આ પણ વાંચો: IND vs AUS : ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં આ વાતને લઈને ચિંતિત, BCCIના વીડિયોમાં થયો મોટો ખુલાસો