MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના વતન મેરઠમાં ઘેરા પ્રત્યાઘાત, કલેક્ટર કચેરીમાં જૈન સમાજના લોકોએ કર્યા ધરણા- Video
અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં MICAન ના વિદ્યાર્થિની હત્યા ઘેરા પ્રત્યાઘાત તેના વતન મેરઠમાં પણ પડ્યા છે. મેરઠ કલેક્ટર કચેરીમાં જૈન સમાજના લોકોએ ધરણા પર બેઠા. આ ધરણા પર બેસેલા લોકોએ પીડિત પરિવારને 5 કરોડની સહાય આપવાની માગ કરી.
અમદાવાદનાં બોપલમાં MICAના વિદ્યાર્થી પ્રિયાંશું જૈનની હત્યા બાદ મૃતકનાં વતન મેરઠમાં આક્રોશ છે. હત્યાનો આરોપી કોન્સ્ટેબલ ઝડપાઇ ગયો છે. હાલ ઉત્તરપ્રદેશનાં મેરઠની કલેક્ટર ઓફિસમાં જૈન સમાજનાં લોકો ધરણાં પર બેઠા છે. તેમની માગ છે કે આ મામલે CBI તપાસ થાય. સમગ્ર કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં થવી જોઇએ. રાષ્ટ્રીય લોક દળનાં અલ્પસંખ્યક મોરચાના લોકો પણ ધરણાંમાં જોડાયા છે. ધરણા પર બેઠેલા લોકોએ પીડિત પરિવારને 5કરોડ રૂપિયાની સહાય જાહેર કરાય તેવી માગ કરાઇ.
પ્રિયાંશુના મોત બાદ તેનો પરિવાર શોકમાં ડૂબેલો છે અને બીજી તરફ એ જ છકી ગયેલો કોન્સ્ટેબલ. જેના હોદ્દાનું ગુમાન અને દારૂના નશામાં કરેલુ વર્તનથી એક પરિવારનો ચિરાગ સદાયને માટે બુજાઈ ગયો. પ્રિયાંશુની હત્યા કરનારા એ કોન્સ્ટેબલની પંજાબથી પોલીસે ધરપકડ કરી છે. હત્યારો કોન્સ્ટેબલ પહેલેથી જ ધરાવે છે ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. ત્યારે એ પણ સવાલ થાય કે આવા લોકોને પોલીસમાં નોકરી કેવી રીતે મળી જાય છે? આ હત્યા બાદ સામે આવ્યુ છે કતે વિરેન્દ્ર વિરુદ્ધ અનેક અરજીઓ અગાઉ પણ થયેલી છે ત્યારે સવાલ પોલીસ બેડા સામે પણ ઉઠે છે કે આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી.
આ અગાઉ પણ એ હત્યારો કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ અનેક કૌભાંડ અને ગુના આચરી ચુક્યો છે. વર્ષ 2009માં તે પોલીસમાં ભરતી થયો હતો. વર્ષ 2017માં બાવળામાંથી ઝડપાયેલા કોલ સેન્ટર કૌભાંડમાં તેનું નામ ખૂલ્યુ હતુ. બોગસ કોલ સેન્ટર ખોલી વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતો હોવાનુ સામે આવ્યુ હતુ. એ સમયે SOGએ દરોડા પાડી વિરેન્દ્ર સહિત 13 શખ્સોની કરી હતી ધરપકડ
કરી હતી. એ બાદ નારોલમાં પ્રોહિબિશન કેસમાં નામ ખૂલ્યા બાદ તેને સસ્પેન્ડ કરાયો હતો. નારોલથી સરખેજમાં તેની બદલી કરવામાં આવી હતી.