IND vs AUS : ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં આ વાતને લઈને ચિંતિત, BCCIના વીડિયોમાં થયો મોટો ખુલાસો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22મી નવેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝ પહેલા પ્રેક્ટિસ કરી રહી છે અને તેની તૈયારીઓ હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયામાં એક વાતને લઈને ખૂબ જ ચિંતિત છે.

IND vs AUS : ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં આ વાતને લઈને ચિંતિત, BCCIના વીડિયોમાં થયો મોટો ખુલાસો
Team IndiaImage Credit source: PTI
Follow Us:
| Updated on: Nov 18, 2024 | 7:08 PM

ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી ઓસ્ટ્રેલિયામાં ઘણો પરસેવો પાડી રહ્યા છે. દરેક ખેલાડીનો ઉદ્દેશ્ય ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવવાનો હોય છે. છેલ્લી બે ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવ્યું હતું અને હવે તેમની નજર હેટ્રિક પર છે. આ જ કારણ છે કે દરેક ખેલાડી પોતાની શ્રેષ્ઠ તૈયારીઓમાં વ્યસ્ત છે. એવામાં કેટલાક ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં ચિંતિત પણ છે. તેમની ચિંતાનું કારણ પણ ઘણું વિચિત્ર છે. BCCIએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કેટલાક ખેલાડીઓએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ઓપનર યશસ્વી જયસ્વાલે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં પ્રવાસ કર્યા બાદ તે ચિંતિત થઈ ગયો છે.

ઓસ્ટ્રેલિયામાં ઘણું ચાલવું પડે છે

BCCIના વીડિયોમાં યશસ્વી જયસ્વાલે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ઘણું ચાલવું પડે છે. જ્યારે તેણે આકાશદીપને પૂછ્યું કે તે અત્યાર સુધી કેટલા પગથિયાં ચાલ્યો છે, તો ફાસ્ટ બોલરે જવાબ આપ્યો કે તેને પગથિયાંની ખબર નથી પણ તે ઓછામાં ઓછા 3 કિમી ચાલ્યો હશે. તમને જણાવી દઈએ કે ભારતમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ચાલવાની વધુ તક નથી મળતી, કારણ કે ચાહકો તેમને દરેક જગ્યાએ ઘેરી લે છે. પરંતુ પર્થમાં એવું નથી. ખેલાડીઓ ખરીદી માટે બહાર પણ જાય છે.

શ્રીવલ્લી નહીં, તો કોણ છે આ એક્ટ્રેસ, જેને અલ્લુ અર્જુને ગણાવી ફેવરિટ
શિયાળામાં લોહી અને કેલ્શિયમની સમસ્યા થશે દૂર, બે મહિના ખાઓ આ વસ્તુ, જુઓ Video
મરી, હળદર અને આદુથી બનેલુ જાદુઈ ડ્રિંક પીવાથી શરીરની આ મોટી સમસ્યા થશે દૂર
Pushpa 2ના આઈટમ સોંગમાં તડકો લગાવશે શ્રી લીલા, જુઓ ફોટો
સળગતો દીવો ઠારશો તો ભોગવવો પડશે આ દંડ ! ભવિષ્ય પુરાણમાં કહી છે આ વાત
મધમાં એક ચપટી મરી પાઉડર ભેળવીને ખાવાથી જાણો શું થાય છે?

અભિમન્યુ ઈશ્વરને 4000 ડોલર ખર્ચ્યા

BCCIના આ વીડિયોમાં સરફરાઝે પૂછ્યું કે ખેલાડીઓએ અત્યાર સુધી કેટલું ટ્રાવેલ એલાઉન્સ ખર્ચ્યું છે. તો તેના પર અભિમન્યુ ઈશ્વરને જણાવ્યું કે તે ઓસ્ટ્રેલિયામાં 20-25 દિવસથી છે અને અત્યાર સુધીમાં તેણે 4 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે અંદાજે 2 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.

હર્ષિત રાણાની ખૂલી પોલ

BCCIના આ વીડિયોમાં સરફરાઝને પૂછવામાં આવ્યું હતું કે તે કોની સાથે બહાર જવા ઈચ્છે છે, જેના પર તેણે કહ્યું કે તે હર્ષિત સાથે બહાર જવા માંગે છે. સરફરાઝ ઈચ્છે છે કે હર્ષિતનો ફોન હોટલમાં જ રાખવામાં આવે, કારણ કે હર્ષિત હંમેશા ફોનમાં જ વ્યસ્ત હોય છે. BCCIનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: AUS vs PAK : પાકિસ્તાની કારમી હાર, ઓસ્ટ્રેલિયાએ માત્ર 12 ઓવરમાં હરાવી T20 શ્રેણીમાં કર્યું ક્લીન સ્વીપ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક
રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક
UPI ફ્રોડથી કેવી રીતે બચવું ? જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી
UPI ફ્રોડથી કેવી રીતે બચવું ? જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી
ભાવનગર: નિષ્ઠુર જનેતાએ માસૂમ બાળકી પર ગુજાર્યો અમાનુષી અત્યાચાર- Video
ભાવનગર: નિષ્ઠુર જનેતાએ માસૂમ બાળકી પર ગુજાર્યો અમાનુષી અત્યાચાર- Video
ઈકોઝોન મુદ્દે વિરોધ યથાવત,ખેડૂતોએ વિશાળ ટ્રેક્ટર રેલી યોજી આપ્યુ આવેદન
ઈકોઝોન મુદ્દે વિરોધ યથાવત,ખેડૂતોએ વિશાળ ટ્રેક્ટર રેલી યોજી આપ્યુ આવેદન
કોવાયા ગામે સિંહોના ધામા, ચાર સિંહોએ આખલાને દોડાવતા દૃશ્યો આવ્યા સામે
કોવાયા ગામે સિંહોના ધામા, ચાર સિંહોએ આખલાને દોડાવતા દૃશ્યો આવ્યા સામે
રાહુલે તિજોરીમાંથી ફોટો કાઢી ભાજપના 'એક હૈ તો સેફ હૈ' નો સમજાવ્યો અર્થ
રાહુલે તિજોરીમાંથી ફોટો કાઢી ભાજપના 'એક હૈ તો સેફ હૈ' નો સમજાવ્યો અર્થ
બોગસ તબીબોએ શરૂ કરી દીધી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ
બોગસ તબીબોએ શરૂ કરી દીધી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ
રાજકોટમાં ડેપ્યુટી મેયર પર ઢાબા માલિકે જીવલેણ હુમલો કર્યાની ચર્ચા
રાજકોટમાં ડેપ્યુટી મેયર પર ઢાબા માલિકે જીવલેણ હુમલો કર્યાની ચર્ચા
કથિત સાધુએ લજવી સાધુતા, સનાતન ધર્મને શર્મસાર કરતુ આચર્યુ કૃત્ય-Video
કથિત સાધુએ લજવી સાધુતા, સનાતન ધર્મને શર્મસાર કરતુ આચર્યુ કૃત્ય-Video
ખંભાતના મેળામાં યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાળ્યુ !
ખંભાતના મેળામાં યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાળ્યુ !
g clip-path="url(#clip0_868_265)">