પાટણમાં રેગિંગ બાદ વિદ્યાર્થીના મોત બાદ રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત, રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને tv9 એ હાથ ધર્યુ રિયાલિટી ચેક- Video
પાટણની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ થયેલા વિદ્યાર્થીના મોતના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે રાજ્યની મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ કેટલા સુરક્ષિત છે તેને લઈને tv9 રાજકોટની ટીમ દ્વારા PDU કોલેજમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યુ.
પાટણની GMERS મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ એન્ટી રેગીંગ કમિટી હરકતમાં આવી છે. ત્યારે આ અંગે રાજકોટમાં PDU મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને tv9ની ટીમે રિયાલિટી ચેક કર્યુ. કોલેજ કેમ્પસમાં એન્ટિ રેગિંગ અંગે જનજાગૃતિ ફેલાવતા પોસ્ટર્સ લાગેલા જોવા મળ્યાં. સાથે જ કોલેજના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટે રેગિંગ અંગે વિદ્યાર્થીઓ જાગૃત થાય એ માટે લેવાતા પગલાં વિશે પણ જણાવ્યું. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રેગિંગ અંગે જનજાગૃતિ ફેલાવવા કોલેજ દ્વારા સેમિનારો યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે.
PDU મેડિકલ કોલેજમાં તમામ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી યુનિયન અને એન્ટી રેગિંગ હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવે છે. બીજી બાજુ વિદ્યાર્થીઓનું પણ કહેવું છે કે કોલેજમાં કોઈ દિવસ રેગિંગ જેવી પ્રવૃત્તિ થઈ નથી અને શિક્ષકો પણ તમામ બાબતનું ધ્યાન રાખે છે. સિનિયર વિદ્યાર્થીઓ અને જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતા હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવ્યું.