AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેન્નાઈમાં સદી બાદ રિષભ પંત પર મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સે IPL ઓક્શન પહેલા લીધો મોટા નિર્ણય

રિષભ પંતે શનિવારે 21 સપ્ટેમ્બરે ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 109 રનની ઈનિંગ રમી હતી, જે 2022માં થયેલા અકસ્માત બાદ તેની પ્રથમ ટેસ્ટ સદી છે. સદી ફટકાર્યાના થોડા સમય બાદ IPLમાં પંતના ભવિષ્યને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પંતની વર્તમાન IPL ટીમ દિલ્હી કેપિટલ્સે તેને રિટેન કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ચેન્નાઈમાં સદી બાદ રિષભ પંત પર મોટા સમાચાર, દિલ્હી કેપિટલ્સે IPL ઓક્શન પહેલા લીધો મોટા નિર્ણય
Rishabh PantImage Credit source: PTI
| Updated on: Sep 21, 2024 | 5:17 PM
Share

ટેસ્ટ ક્રિકેટમાં સદી સાથે વાપસી કરનાર ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પર હવે એક મોટા સમાચાર આવ્યા છે. આ સમાચાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેના ભવિષ્ય વિશે છે, જ્યાં તે હાલમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન છે. જો કે, છેલ્લી સિઝનથી, તેના ફ્રેન્ચાઈઝી સાથે ચાલુ રાખવા અંગે સતત અટકળો અને અફવાઓ ચાલી રહી હતી, પરંતુ હવે તેનો અંત આવી રહ્યો હોય તેવું લાગે છે.

દિલ્હી કેપિટલ્સે પંતને રિટેન કર્યો

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હી કેપિટલ્સે આગામી સિઝન માટે પણ પંતને ટીમમાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આટલું જ નહીં IPLમાં પંતનો પગાર પણ વધવાની શક્યતા છે. આ સમાચાર એ જ દિવસે આવ્યા જ્યારે પંતે બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી.

પંતનો દિલ્હી છોડવાની અટકળોનો અંત

ક્રિકબઝે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે GMR સ્પોર્ટ્સ અને JSW સ્પોર્ટ્સની માલિકીની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે પંતને ટીમના એક ભાગ તરીકે રાખવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાછલી મેગા ઓક્શનની જેમ, ફ્રેન્ચાઈઝી રિષભ પંતને નંબર-વન રિટેન ખેલાડી તરીકે જાળવી રાખવા માંગે છે, જેને સૌથી વધુ પગાર મળે છે. આ સમાચાર સાથે, પંત આગામી સિઝન પહેલા દિલ્હી કેપિટલ્સ છોડવાની અટકળોનો અંત આવ્યો છે. થોડા અઠવાડિયા પહેલા, અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પંત આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સમાં જઈ શકે છે અને દિલ્હી રોહિત શર્માને નવા કેપ્ટન તરીકે ખરીદી શકે છે.

પંતની ફ્રેન્ચાઈઝી માલિક સાથે મુલાકાત

રિપોર્ટ અનુસાર, પંત થોડા દિવસો પહેલા દિલ્હી કેપિટલ્સના કો-ઓનર અને JSW સ્પોર્ટ્સના માલિક પાર્થ જિંદાલને મળ્યો હતો, જે ઘણીવાર ટીમની મેચો દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળે છે. આ મીટિંગમાં જિંદાલે પંતને પોતાની અને ફ્રેન્ચાઈઝીની ઈચ્છાઓ વિશે જણાવ્યું અને અહીં બંને આ નિર્ણય પર સહમત થયા હતા.

પંત 2016થી દિલ્હી કેપિટલ્સનો ભાગ

પંતે 2016માં દિલ્હી કેપિટલ્સ માટે IPLની શરૂઆત કરી હતી અને ત્યારથી તે આ ફ્રેન્ચાઈઝીનો ભાગ છે. શ્રેયસ અય્યરની ઈજા બાદ તેને 2021માં ટીમની કમાન સોંપવામાં આવી હતી અને ત્યારથી તે કેપ્ટન છે. માર્ગ અકસ્માતને કારણે તે 2023ની સિઝનમાં રમી શક્યો નહોતો પરંતુ તેણે 2024માં IPLમાંથી પુનરાગમન કર્યું હતું અને તે દિલ્હીનો કેપ્ટન પણ હતો.

આ પણ વાંચો: બુલેટની ઝડપે આવ્યો બોલ, જયસ્વાલે આંખના પલકારામાં એક હાથે પકડી લીધો કેચ, જુઓ VIDEO

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">