AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બુલેટની ઝડપે આવ્યો બોલ, જયસ્વાલે આંખના પલકારામાં એક હાથે પકડી લીધો કેચ, જુઓ VIDEO

ચેન્નાઈ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે યશસ્વી જયસ્વાલનો અદભૂત કેચ જોવા મળ્યો હતો. યશસ્વી જયસ્વાલ બાદ શુભમન ગિલે પણ એક કેચ પકડ્યો હતો. બંને ખેલાડીઓની શાનદાર ફિલ્ડિંગના કારણે બાંગ્લાદેશને શરૂઆતમાં બે મોટા ઝટકા લાગ્યા હતા.

બુલેટની ઝડપે આવ્યો બોલ, જયસ્વાલે આંખના પલકારામાં એક હાથે પકડી લીધો કેચ, જુઓ VIDEO
Yashasvi JaiswalImage Credit source: Gareth Copley/Getty Images
| Updated on: Sep 21, 2024 | 4:21 PM
Share

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ટેસ્ટ મેચનું પરિણામ લગભગ નિશ્ચિત છે. રમતના ત્રીજા દિવસે મેચની છેલ્લી ઈનિંગ શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને મેચ જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો છે. જોકે છેલ્લી ઈનિંગની શરૂઆતમાં બાંગ્લાદેશ તરફથી ખૂબ જ સારી રમત જોવા મળી હતી. ટીમના ઓપનર ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામે સારી શરૂઆત આપી હતી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 62 રન જોડ્યા હતા. પરંતુ યશસ્વી જયસ્વાલના આશ્ચર્યજનક કેચને કારણે આ ભાગીદારી તૂટી ગઈ.

જયસ્વાલે આંખના પલકારામાં કેચ લીધો

ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામે પ્રથમ વિકેટ માટે માત્ર 16.2 ઓવરમાં 62 રન જોડ્યા હતા. બંને ખેલાડીઓ સારી લયમાં જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, આ જોડીને તોડવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને આ કામ ટીમના સૌથી મહત્વપૂર્ણ બોલર જસપ્રીત બુમરાહે કર્યું હતું. જસપ્રીત બુમરાહ 17 ઓવરના બીજા બોલ પર ઝાકિર હસનને આઉટ કરવામાં સફળ રહ્યો હતો. બુમરાહનો બોલ ઝાકિર હસનના બેટની કિનારી લઈને ગલી તરફ ગયો અને ગલી પર ઉભેલા યશસ્વી જયસ્વાલે ચપળતા બતાવીને એક હાથે કેચ પકડ્યો. જયસ્વાલના આ કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શુભમન ગિલે પણ શાનદાર કેચ લીધો

ઝાકિર હસન બાદ ઓપનર શાદમાન ઈસ્લામ પણ શાનદાર કેચને કારણે આઉટ થયો હતો. શાદમાન ઈસ્લામની વિકેટ આર અશ્વિનના નામે રહી હતી. ઈનિંગની 22મી ઓવરમાં આર અશ્વિનના બોલ પર શાદમાન ઈસ્લામે શોટ માર્યો અને બોલ તેના બેટની કિનારી લઈને શોર્ટ મિડવિકેટ પર શુભમન ગિલ પાસે ગયો. ગિલે ખૂબ જ નીચા કેચ માટે ડાઈવ કરીને અદભૂત કેચ લીધો હતો. આ બે કેચના કારણે ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામ સારી શરૂઆત મેળવવા છતાં બંને સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા.

બાંગ્લાદેશને 515 રનનો લક્ષ્યાંક

ઝાકિર હસન 47 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જ્યારે શાદમાન ઈસ્લામ 68 બોલમાં 35 રન બનાવી શક્યો હતો. આ ઈનિંગમાં તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા ભારતે 287/4ના સ્કોર પર તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો અને બાંગ્લાદેશને 515 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી બીજી ઈનિંગમાં શુભમન ગિલે અણનમ 119 અને રિષભ પંતે 109 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાને વનડે શ્રેણીમાં હરાવ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">