મધ્યપ્રદેશના ઈન્દોરમાં રવિવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી બીજી T20 મેચ દરમિયાન ઈન્ડિયન લાયન્સે ફરી એકવાર અફઘાન ટીમને હારનો સ્વાદ ચખાડ્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે અફઘાન પઠાણોને 6 વિકેટથી હરાવીને ત્રણ મેચની T20 શ્રેણીમાં 2-0ની નિર્ણાયક લીડ મેળવી લીધી હતી. આ જીત બાદ સોમવારે સવારે ચાર ખેલાડીઓની ઉજ્જૈનમાં મહાકાલના દરબારમાં પહોંચ્યા હતા. અહીં આ લોકોએ મહાકાલ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને બાબાના આશીર્વાદ લીધા હતા.
વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવતા રહે છે. રવિવારે ઈન્દોરમાં રમાયેલી ભારત-અફઘાનિસ્તાન મેચમાં ભારતીય ટીમની જીત બાદ, ભારતીય ટીમના ખેલાડીઓ રવિ બિશ્નોઈ, તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર અને જીતેશ શર્મા રાત્રે લગભગ 2 વાગે ઉજ્જૈન પહોંચ્યા હતા. ચારેય સોમવારે વહેલી સવારે ભસ્મ આરતીમાં સામેલ થયા અને બાબાના આશીર્વાદ લીધા.
#WATCH | Madhya Pradesh | Indian cricketers Tilak Varma, Washington Sundar, Jitesh Sharma & Ravi Bishnoi attend ‘Bhasma Aarti’ performed at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/PGYyiS809h
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 14, 2024
આ દરમિયાન તેમણે નંદી હોલમાં ભગવાન મહાકાલની આરતીમાં ખૂબ જ નજીકથી ભાગ લીધો હતો અને બાબાની પૂજા કરી હતી. લગભગ બે કલાક સુધી આરતીમાં હાજરી આપ્યા બાદ તેઓ ઈન્દોર જવા રવાના થયા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની જીત બાદ ચારેય ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે રવિવારે ઈન્દોરમાં રમાયેલી ભારત-અફઘાનિસ્તાન T20ની બીજી મેચમાં ભારતીય ટીમે અફઘાન ટીમને 6 વિકેટથી હરાવીને ત્રણ મેચની T20 શ્રેણીમાં 2-0ની નિર્ણાયક લીડ મેળવી લીધી હતી.
આ મેચમાં ભારતને 173 રનનો ટાર્ગેટ હતો જે ભારતીય ટીમે 16મી ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન, જયસ્વાલે માત્ર 34 બોલનો સામનો કર્યો અને 6 ગગનચુંબી છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપ રમવાથી કોઈ રોકી શકશે નહીં, આ ઈનિંગ છે તેનો પુરાવો