રાજકોટમાં 700-800 રન નહીં બને, પીચને લઈ ભારતીય ખેલાડીનું મોટું નિવદેન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાશે. આ મેચ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને ટીમ ઈન્ડિયા આ મેચ જીતવા માટે ઘણો પરસેવો પાડી રહી છે. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજકોટમાં પીચ કેવી હશે? આ મામલે કુલદીપ યાદવે મોટું અપડેટ આપ્યું છે.

રાજકોટમાં 700-800 રન નહીં બને, પીચને લઈ ભારતીય ખેલાડીનું મોટું નિવદેન
Kuldeep Yadav
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 7:37 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. હવે શ્રેણીમાં લીડ લેવાના ઈરાદા સાથે બંને ટીમ રાજકોટમાં રાજ કરવા ઈચ્છશે. 15મી ફેબ્રુઆરીથી રાજકોટ ટેસ્ટ શરૂ થશે અને આ મેચ જીતવા માટે બંને ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ઈંગ્લેન્ડ માટે સારા સમાચાર!

મેચ પહેલા મોટો પ્રશ્ન એ છે કે રાજકોટની 22 યાર્ડની પીચ કેવી હશે? શું આ પીચ સ્પિન ફ્રેન્ડલી હશે કે પછી તેને ફરી એકવાર બેટિંગ ફ્રેન્ડલી વિકેટ બનાવવામાં આવશે? કુલદીપ યાદવે આ સવાલનો જવાબ આપ્યો અને આ ચાઈનામેન બોલરનું નિવેદન ઈંગ્લેન્ડ માટે મોટા સમાચાર લઈને આવ્યું છે.

આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે
ભારતના નથી તો બટેટા આવ્યા ક્યાંથી ?
સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો
મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ પૂરણ પોળી ઘરે બનાવી પરિવારના લોકોનું દિલ જીતો

કેવી હશે રાજકોટની પીચ?

કુલદીપ યાદવે કહ્યું કે રાજકોટની પીચ પર બોલ વધુ સ્પિન નહીં થાય. મતલબ, જે રીતે વિશાખાપટ્ટનમની પીચ પર ફાસ્ટ બોલરો અને સ્પિનરો બંનેનું પ્રદર્શન જોવા મળ્યું હતું, તેવી જ વિકેટ રાજકોટમાં પણ તૈયાર કરવામાં આવી છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં વપરાયેલી પીચની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. કારણ કે બોલ અને બેટ વચ્ચે ઘણું સંતુલન હતું. ઈંગ્લેન્ડની ટીમ ચોક્કસપણે તે મેચ હારી ગઈ હતી પરંતુ તેમણે ચોથી ઈનિંગમાં 250થી વધુ રન બનાવ્યા હતા, જે ભારતમાં રમાતી ટેસ્ટ મેચોમાં ભાગ્યે જ જોવા મળે છે.

કુલદીપનું મોટું નિવેદન

કુલદીપ યાદવે કહ્યું હતું કે રાજકોટની પીચ પર 700-800 રન નહીં બને પરંતુ તે રેન્ક ટર્નર કરતા વધુ સારી હશે.જો રાજકોટની પીચ વિશાખાપટ્ટનમ જેવી હશે તો ઈંગ્લેન્ડની ટીમ ખુશ થશે કારણ કે તેમના માટે સૌથી મોટો ખતરો ભારતીય ટીમની બોલિંગ છે. સ્પિનરો સિવાય જસપ્રીત બુમરાહે આ સિરીઝમાં ઈંગ્લેન્ડને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.

જાડેજા આગામી મેચ રમશે

જો કે, કુલદીપ યાદવે એક સારા સમાચાર આપ્યા કે જાડેજા ત્રીજી ટેસ્ટમાં રમી શકે છે. તેણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે જાડેજા હૈદરાબાદ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં રમી શક્યો નહોતો. સવાલ એ છે કે શું કુલદીપ રમશે? જાડેજા ફિટ હોવાનો અર્થ એ છે કે તે પ્લેઈંગ ઈલેવનમાં હશે અને અક્ષર પટેલની બેટિંગ પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન અપાવી શકે છે. તો શું કુલદીપ યાદવને બહાર રાખવામાં આવશે? તેનો જવાબ મેચના દિવસે જ જાણવા મળશે.

આ પણ વાંચો: IPL : બે દેશોમાંથી ક્રિકેટ રમવાનું લાઈસન્સ ધરાવનાર ખેલાડી આવી રહ્યો છે વિરાટ કોહલીને જીતાડવા!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">