IND Vs PAK Live Score T20 CWG 2022: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 8 વિકેટે પાકિસ્તાન ટીમને માત આપી, CWG 2022 માં ભારતે જીત સાથે શરૂઆત કરી
CWG 2022 : કોમનવેલ્થ ગેમ્સ ક્રિકેટ મેચ લાઈવ: ભારત અને પાકિસ્તાન બંનેએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પોતાના અભિયાનની શરૂઆત હાર સાથે કરી હતી.

કોમનવેલ્થ ગેમ્સ (CWG) તાજા સમાચાર: કોમનવેલ્થ ગેમ્સ 2022માં આજે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા 8 વિકેટે પાકિસ્તાનની મહિલા ટીમને માત આપી હતી. ભારત તરફથી સ્મૃતિ માંધાનાએ અણનમ 63* રન બનાવ્યા હતા. તો બોલિંગમાં સ્નેહ રાણા અને રાધા યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. મહત્વનું છે કે કોમનવેલ્થના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે બંને ટીમો સામસામે ટકરાયી હતી.
LIVE NEWS & UPDATES
-
IND vs PAK Live Update: ભારતે 8 વિકેટે મેચ જીતી લીધી.
ભારતની મહિલા ટીમે 8 વિકેટે પાકિસ્તાનને માત આપી.
-
IND vs PAK Live Update: મેઘના બોલ્ડ થઇ.
11મી ઓવરના ચોથા બોલ પર ઓમાઈમાએ મેઘનાને બોલ્ડ કરી હતી. ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. જોકે ભારત જીતની ખૂબ નજીક છે
-
-
IND vs PAK Live Update: ભારત જીતની નજીક
ભારત જીતની નજીક છે. 10 ઓવરમાં ભારતે 1 વિકેટે 92 રન બનાવ્યા છે. મંધાનાએ પાકિસ્તાનની ધોલાઈ કરી હતી. મંધાના 57 રન પર રમી રહી છે
-
IND vs PAK Live Update: માંધાનાની અડધી સદી
મંધાનાએ હસનના બોલ પર જોરદાર સિક્સર ફટકારીને પાકિસ્તાન સામે તેની અડધી સદી પૂરી કરી હતી. મંધાનાની શાનદાર બેટિંગ આજે જોવા મળી હતી.
-
IND vs PAK Live Update: શેફાલી વર્મા 16 રન બનાવી આઉટ
છઠ્ઠી ઓવરના 5માં બોલે તુબા હુસૈને શેફાલી વર્માને 16 રન પર પેવેલિયન મોકલી દીધી હતી. મુનીબા અલીએ શેફાલીનો કેચ પકડ્યો હતો. ભારતને પહેલો ફટકો 61 રનમાં લાગ્યો હતો.
-
-
IND vs PAK Live Update: પાકિસ્તાન 99 રનમાં ઓલઆઉટ
પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ માત્ર 99 રમાં ઓલઆઉટ થઇ ગઇ. ભારતને હવે આ ટી20 મેચ જીતવા માટે 100 રનનો લક્ષ્યાંક મળ્યો. ભારત તરફથી સ્નેહા રાણા અને રાધા યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. તો રેનુકા સિંહ, મેઘના સિંહ અને સેફાલી વર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.
-
IND vs PAK Live Update: પાકિસ્તાનની 7 મી વિકેટ પડી
શેફાલી વર્માએ પોતાના જ બોલ પર કાઈનત ઈમ્તિયાઝનો કેચ પકડીને પાકિસ્તાનને 96 રનમાં 7 મો ઝટકો આપ્યો હતો. શેફાલીએ બોલ વડે પોતાની તાકાત બતાવી.
-
IND vs PAK Live Update: પાકિસ્તાને પાંચમો ઝટકો લાગ્યો
પાકિસ્તાનને 15મી ઓવરના 5માં બોલ પર પાંચમો ઝટકો લાગ્યો હતો. શેફાલીના બોલ પર આલિયા રિયાઝે સિંગલ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઓમેમા રનઆઉટ થઈ ગઈ. ઓમાઈમા માત્ર 10 રન બનાવી શકી હતી
-
IND vs PAK Live Update: પાકિસ્તાનની 64 રનમાં 4 વિકેટ
ભારતીય મહિલા બોલરો સામે પાકિસ્તાન ટીમના ખેલાડીઓની કફોડી હાલત થઇ. ભારતની સ્નેહ રાણાએ 2 અને રેણુકા અને મેઘનાની 1-1 વિકેટ.
-
IND vs PAK Live Update: રેણુકાની ઉપયોગી ઓવર
રેણુકાએ ત્રીજી ઓવરમાં 5 રન આપ્યા હતા. તે જ સમયે દીપ્તિ શર્માએ ચોથી ઓવરમાં ત્રણ રન આપ્યા હતા. વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાનની ટીમ એક રીતે દબાણમાં જોવા મળી રહી છે.
-
IND vs PAK Live Update: પાકિસ્તાનની ઓપનર આઉટ
પાક.ની ઓપનર ઇરામ જાવેદ શુન્ય રને આઉટ થઇ. ભારતની મેઘના સિંહે ઝડપી વિકેટ.
-
IND vs PAK Live Update: પાકિસ્તાને ટોસ જીત્યો
પાકિસ્તાનના કેપ્ટન બિસ્માહ મારુફે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે વિલંબને કારણે મેચ હવે 18-18 ઓવરની રહેશે.
-
IND vs PAK Live Update: ફરી શરૂ થયો વરસાદ
મેચનો ટોસ બપોરે 3.30 કલાકે થવાનો હતો પરંતુ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. કવર પિચ પર આવી ગયા છે.
-
IND vs PAK Live Update: ટોસમાં વિલંબ થશે
વરસાદના કારણે ટોસમાં વિલંબ થશે. મેદાન ભીનું છે. સારા સમાચાર એ છે કે હળવો સૂર્યપ્રકાશ દેખાવા લાગ્યો છે.
Published On - Jul 31,2022 3:30 PM