AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Breaking News: શ્રેયસ ઐયરને મળી ડબલ સજા, ‘પ્લેયર ઓફ ધ મેચ’ પર પણ ફાઇન

IPL 2026માં પંજાબ કિંગ્સે જીતનો સિલસિલો ચાલુ રાખ્યો, પરંતુ સ્લો ઓવર રેટના કારણે કેપ્ટન શ્રેયસ ઐયર અને ટીમ પર ફરી દંડ ફટકારાયો છે.

IPL 2026 Breaking News: શ્રેયસ ઐયરને મળી ડબલ સજા, ‘પ્લેયર ઓફ ધ મેચ’ પર પણ ફાઇન
Breaking News IPL 2026 Shreyas Iyer and Punjab Kings Fined Again for Slow Over Rate OffenceImage Credit source: Social Media
| Updated on: Apr 04, 2026 | 10:00 AM
Share

પંજાબ કિંગ્સે IPL 2026માં જીતનો શાનદાર પ્રારંભ કર્યો છે, પરંતુ ટીમને એક જ ભૂલ માટે સતત બીજી વાર સજા ભોગવવી પડી છે. ટીમે પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવી હતી અને ત્યારબાદ ચેન્નઈ સુપર કિંગ્સને તેમના ઘરઆંગણે પરાજિત કરી સતત બીજી જીત મેળવી. તેમ છતાં, બંને મેચમાં સ્લો ઓવર રેટની ભૂલ ફરી થતાં કેપ્ટન શ્રેયસ ઐયર પર કડક કાર્યવાહી કરવામાં આવી છે.

બે મેચમાં 36 લાખનું નુકસાન

ચેન્નઈમાં 3 એપ્રિલે રમાયેલા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરીને પંજાબ કિંગ્સ સામે 210 રનનું લક્ષ્ય મૂકી દીધું હતું. પંજાબે આ લક્ષ્ય 19મા ઓવરમાં જ હાંસલ કરીને જીત મેળવી લીધી. પરંતુ આ જીત પછી પણ ટીમ માટે મુશ્કેલી ઊભી થઈ, કારણ કે તેઓ ફરી એકવાર સ્લો ઓવર રેટના નિયમનો ભંગ કરી બેઠા.

મેચ બાદ જાહેર થયેલી માહિતી અનુસાર, શ્રેયસ ઐયર પર ₹24 લાખનો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. IPLના નિયમો અનુસાર આ સીઝનમાં તેમની આ બીજી ભૂલ હોવાથી દંડની રકમ ડબલ કરવામાં આવી છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પણ તેમને ₹12 લાખનો દંડ થયો હતો. આમ, માત્ર બે મેચમાં જ અય્યરને કુલ ₹36 લાખનું નુકસાન ભોગવવું પડ્યું છે.

માત્ર કેપ્ટન નહીં, આખી ટીમ પર અસર

આ વખતે ફક્ત કેપ્ટન જ નહીં પરંતુ આખી ટીમને પણ આ ભૂલનો ભોગ બનવું પડ્યું છે. નિયમ મુજબ, જો ટીમ પ્રથમ વખત સ્લો ઓવર રેટ કરે તો ફક્ત કેપ્ટન પર દંડ લાગુ પડે છે, પરંતુ બીજી વાર એ જ ભૂલ થાય તો પ્લેઇંગ ઇલેવન (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) પર પણ કાર્યવાહી કરવામાં આવે છે.

આ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બનનાર પ્રિયાંશ આર્યાએ પોતાની આક્રમક બેટિંગથી ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં, તેમને પણ દંડથી બચી શક્યા નહીં. શ્રેયસ અય્યર સિવાય પ્રિયાંશ આર્યા સહિત ટીમના અન્ય ખેલાડીઓ પર ₹6 લાખ અથવા તેમની મેચ ફીનું 25 ટકા (જે ઓછું હોય તે) દંડ તરીકે વસૂલવામાં આવ્યું છે.

જીત વચ્ચે ચેતવણી

પંજાબ કિંગ્સ માટે આ સિઝનની શરૂઆત ભલે જોરદાર રહી હોય, પરંતુ સ્લો ઓવર રેટની સમસ્યા ટીમ માટે ચિંતાજનક બની રહી છે. જો ટીમ આ ભૂલને સુધારે નહીં, તો આગળ જઈને વધુ કડક સજા, જેમ કે કેપ્ટન પર મેચ બેન, પણ લાગી શકે છે.

આ રીતે, પંજાબ કિંગ્સે મેદાન પર પોતાની તાકાત બતાવી છે, પરંતુ નિયમોના પાલનમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

IPL 2026 Points Table: પંજાબ કિંગ્સે પોઈન્ટ્સ ટેબલમાં મચાવી ઉથલપાથલ, 4 ટીમોને પાછળ મૂકી બની નંબર-1

Follow Us
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">