AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IND vs ENG ત્રીજી T20 પહેલા વૈભવ સૂર્યવંશીએ કરી ખાસ તૈયારી, ઈંગ્લેન્ડની વધી ચિંતા

ઈંગ્લેન્ડ સામેની બીજી T20માં સારી શરૂઆત છતાં મોટી ઈનિંગ રમી ન શકનાર વૈભવ સૂર્યવંશીએ હવે પોતાની નબળાઈ દૂર કરવા ખાસ તૈયારી શરૂ કરી છે. નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે તેણે લાંબા સમય સુધી શોર્ટ બોલ સામે કરી પ્રેક્ટિસ કરી, જેથી ત્રીજી T20માં વધુ આત્મવિશ્વાસ સાથે ઉતરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે.

Breaking News: IND vs ENG ત્રીજી T20 પહેલા વૈભવ સૂર્યવંશીએ કરી ખાસ તૈયારી, ઈંગ્લેન્ડની વધી ચિંતા
vaibhav suryavanshiImage Credit source: X/BCCI
| Updated on: Jul 06, 2026 | 10:23 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાવાની છે. શ્રેણીમાં ટીમ ઈન્ડિયા હાલમાં 0-1થી પાછળ હોવાથી આ મેચ ‘કરો અથવા મરો’ જેવી બની ગઈ છે. આવી સ્થિતિમાં યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ પોતાની તૈયારી વધુ મજબૂત બનાવી છે અને પ્રેક્ટિસ સેશનમાં લાંબા સમય સુધી બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

શોર્ટ બોલ સામે કરી પ્રેક્ટિસ

ટીમ ઈન્ડિયાના વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન દરમિયાન વૈભવે ખાસ કરીને શોર્ટ-પીચ અને ઓફ-સ્ટમ્પની બહાર ઉછળતા બોલ સામે બેટિંગ પર ભાર મૂક્યો. માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડના ઝડપી બોલરોએ આવી લાઈન અને લેન્થથી તેને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. હવે તે જ કમજોરીને શક્તિમાં ફેરવવા માટે તેણે થ્રો-ડાઉન નિષ્ણાતો સામે સતત પ્રેક્ટિસ કરી અને ઝડપી પ્રતિક્રિયા આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ડેબ્યૂ મેચમાં કરેલી ભૂલમાંથી શીખ લીધી

વૈભવે બીજી T20માં 10 બોલમાં માત્ર 14 રન બનાવ્યા હતા, પરંતુ તેણે બે આકર્ષક છગ્ગા ફટકારી પોતાની પ્રતિભાની ઝલક પણ બતાવી હતી. જોકે, સ્પિનર વિલ જેક્સ સામે મોટો શોટ રમવાના પ્રયાસમાં તે સ્ટમ્પ આઉટ થયો હતો. આ ભૂલમાંથી શીખ લઈને હવે તે વધુ સમજદારીથી ઈનિંગ આગળ વધારવા પર કામ કરી રહ્યો છે.

ઝડપી બોલરો સામે દેખાયો આત્મવિશ્વાસ

માન્ચેસ્ટરની મેચ દરમિયાન જોફ્રા આર્ચર અને જોશ ટંગ જેવા ઝડપી બોલરો સામે વૈભવ આત્મવિશ્વાસપૂર્વક બેટિંગ કરતો જોવા મળ્યો હતો. હવે તે સ્પિન અને શોર્ટ બોલ બંને સામે પોતાની ટેકનિક વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યો છે, જેથી ઈંગ્લેન્ડની બોલિંગ રણનીતિને સફળ થવા ન દે.

ભારત માટે જીત અનિવાર્ય

ટ્રેન્ટ બ્રિજમાં રમાનારી ત્રીજી T20 ટીમ ઈન્ડિયા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જો ભારત આ મેચ હારી જશે તો ઈંગ્લેન્ડ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લેશે અને ભારતીય ટીમ પર શ્રેણી ગુમાવવાનો ખતરો ઊભો થશે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટને વૈભવ સૂર્યવંશી પાસેથી મોટી ઈનિંગની આશા રહેશે, જેથી ભારત શ્રેણીમાં જોરદાર વાપસી કરી શકે.

IND vs ENG: સતત હાર છતાં કેપ્ટન શ્રેયસ અય્યર અને સંજુ સેમસન પ્રેક્ટિસમાંથી ગેરહાજર, શું આ છે કારણ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">