AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: યુક્રેને રશિયાની સૌથી મોટી ઓમ્સ્ક રિફાઇનરીને બનાવી નિશાન, લાંબા અંતરના ડ્રોનથી કર્યો એટેક

સ્થાનિક ગવર્નરોના જણાવ્યા અનુસાર ઓમ્સ્ક ઉપરાંત યુક્રેનની સેનાએ રાતભર રશિયાના ઉસ્તલુગા, વિસોત્સ્ક બંદર પર હુમલો કર્યો. અહીં બાલ્ટિક સમુદ્રના માર્ગે તેલની નિકાસ થાય છે.

Breaking News: યુક્રેને રશિયાની સૌથી મોટી ઓમ્સ્ક રિફાઇનરીને બનાવી નિશાન, લાંબા અંતરના ડ્રોનથી કર્યો એટેક
| Updated on: Jul 06, 2026 | 10:17 PM
Share

છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલી રહેલું રશિયા અને યુક્રેનનું યુદ્ધ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યું. હવે કીવની સેનાએ માહિતી આપી છે કે તેણે યુક્રેની ડ્રોન દ્વારા રશિયાની ઓમ્સ્ક રિફાઇનરી પર હુમલો કર્યો છે. આ રિફાઇનરી સાઇબેરિયાના અંદરના વિસ્તારમાં છે. આ રશિયાની સૌથી મોટી રિફાઇનરી હોવાનું કહેવાય છે. રોઇટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, યુદ્ધ શરૂ થયા પછીના આ સૌથી મોટા હુમલાઓમાંથી એક છે. આ હુમલાની પુષ્ટિ ખુદ રશિયાના સ્થાનિક અધિકારીઓએ કરી છે.

રાતભર યુક્રેનની સેનાએ રશિયા પર કર્યા હુમલા

સ્થાનિક ગવર્નરોના જણાવ્યા અનુસાર ઓમ્સ્ક ઉપરાંત યુક્રેનની સેનાએ રાતભર રશિયાના ઉસ્તલુગા, વિસોત્સ્ક બંદર પર હુમલો કર્યો. અહીં બાલ્ટિક સમુદ્રના માર્ગે તેલની નિકાસ થાય છે. આ સિવાય કલુગા, યારોસ્લાવમાં પણ હુમલા કરવામાં આવ્યા. રશિયાએ 2014 માં યુક્રેન પાસેથી ક્રીમિયા પર કબજો કરી લીધો હતો. એક અધિકારીએ માહિતી આપી છે કે કેર્ચ બંદર પર થયેલા હુમલામાં એક મહિલાનું મોત પણ થયું છે. સોશિયલ મીડિયા પર આ હુમલાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે.

ઓમ્સ્ક રિફાઇનરીમાં હુમલા બાદ ભીષણ આગ લાગી

બીજી તરફ, યુક્રેનના જનરલ સ્ટાફે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ હુમલાથી ઓમ્સ્ક રિફાઇનરીમાં આગ લાગી છે. આ રિફાઇનરી યુક્રેનના કબજા હેઠળના વિસ્તારથી લગભગ 2700 કિમી દૂર છે. તે કઝાકિસ્તાન સાથેની રશિયાની સરહદ નજીક આવેલી છે.

ઓમ્સ્કના ગવર્નર વિટાલી ખોત્સેન્કોએ સ્પષ્ટ ટાર્ગેટનો ઉલ્લેખ કર્યો નથી. જોકે, તેમણે કહ્યું કે યુક્રેની ડ્રોન ઓમ્સ્કના ઉત્તરમાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ સેન્ટર સુધી પહોંચ્યા હતા. આ જગ્યા પર રિફાઇનરી આવેલી છે. હુમલાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ઇમરજન્સી સર્વિસ એક્ટિવ કરી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, ગજપ્રોમનેફ્ટની ઓનિંગ (માલિકીની) કંપની ઓમ્સ્ક રિફાઇનરીએ ગયા વર્ષે દરરોજ 23 મિલિયન મેટ્રિક ટન બેરલ ઓઇલ પ્રોસેસ કર્યું છે. યુક્રેન સતત રશિયાની રિફાઇનરીઓ પર હુમલા તેજ કરી રહ્યું છે. આનાથી દેશના 11 ટાઇમ ઝોનમાં ઇંધણની અછત હોવાની માહિતી સામે આવી છે.

Breaking News: મુંબઈમાં આભ ફાટતાં ગુજરાત-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો, વંદે ભારત અને તેજસ સહિત અનેક ટ્રેનો અધવચ્ચે અટવાઈ

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
g clip-path="url(#clip0_868_265)">