બ્રજ કુમાર નહેરૂ (Braj Kumar Nehru)એ સાત રાજ્યોના ગર્વનર (Governor)તરીકે મોટી જવાબદારી સંભાળી હતી. વર્ષ 1983માં, જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા, ત્યારે રાજ્યના ચૂંટાયેલા નેતા ફારૂક અબ્દુલ્લાને પદ પરથી હટાવવાના મુદ્દે તેમનો ઈન્દિરા ગાંધી સાથે મતભેદ થયો હતો, ત્યારબાદ તેમની બદલી ગુજરાતમાં કરવામાં આવી હતી, જાણીતા પત્રકાર ઈન્દર મલ્હોત્રાએ તેમને પૂછ્યું કે તમે ટ્રાન્સફર સ્વીકારવાને બદલે તમારા પદ પરથી રાજીનામું કેમ ન આપ્યું? તો તેમણે જવાબ આપ્યો, “હું ઇન્દિરા ગાંધીને એક હદથી વધુ નારાજ કરી શકતો નથી. તેમણે ‘નાઇસ ગાય્ઝ ફિનિશ સેકન્ડ ‘ નામની આત્મકથા પણ લખી હતી.
બ્રજ કુમાર નેહરુનો જન્મ અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ, 4 સપ્ટેમ્બર 1909માં થયો હતો. તેઓ પિતા વ્રજલાલ તથા માતા રામેશ્વરી દેવીના પુત્ર હતા . તેમના પિતા વ્રજલાલ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂના પિતરાઈ ભાઈ હતા. તેમણે અલ્હાબાદ યુનિવર્સિટી બાદ ધ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ વિવિધ ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ કાર્ય માટે જાણીતા હતા. “જામિયા પંજાબ” (હાલની પંજાબ યુનિવર્સિટી જે પાકિસ્તાની પંજાબમાં સ્થિત છે. તેમાંથી તેમને સાહિત્યમાં ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમના દાદા પંડિત નંદલાલ નેહરુ પંડિત મોતીલાલ નેહરુના મોટા ભાઈ હતા. બ્રજ નહેરૂને અભ્યાસ દરમિયાન મગદોલના ફ્રીડમેન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને તેમની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમના પત્નીનું નામ કાશ્મીરી પંડિત તરીકે શોભા (ફોરી) નહેરૂ રાખવામાં આવ્યું હતું.
તેઓ 1934માં ભારતીય સિવિલ સર્વિસમાં ચૂંટાયા અને ભારતના સાત રાજ્યોના ગવર્નર બન્યા. વર્ષ 1934 અને 1937ની વચ્ચે, તેઓ પંજાબ પ્રાંતના વિવિધ ગવર્નર પદો પર નિયુક્ત થયા હતા.
1945ના નવા વર્ષની સન્માન યાદીમાં બ્રિટિશ સામ્રાજ્યના સર્વોચ્ચ સન્માન માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. વર્ષ 1958માં ભારતના નાણાં વિભાગના જનરલ કમિશનર (વિદેશી નાણાકીય સંબંધો) તરીકે નિયુક્ત થયા હતા.
તેમણે જમ્મુ અને કાશ્મીર (1981-84), આસામ (1968-73),ગુજરાત (1984–86), નાગાલેન્ડ (1968–73), મેઘાલય (1970–73), મણિપુર (1972–73) અને ત્રિપુરા (1972–73)ના ગવર્નર હતા.
તેમની આત્મકથામાં જણાવ્યા પ્રમાણે વર્ષ 1991માં તત્કાલિન વિદેશ મંત્રી વિદ્યા ચરણ શુક્લાને લોકસભા સ્પીકર ડિફેક્શન એક્ટ હેઠળ લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. ત્યારે સત્તાધારી સમાજવાદી જનતા પાર્ટી પાસે વિદેશ મંત્રી બનાવી શકાય તેવું કોઈ નહોતું. તે સમયે નેહરુને ભારતના વિદેશ પ્રધાન બનવા માટે વિનંતી કરવામાં આવી હતી અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ કોઈપણ ચૂંટણી લડ્યા વિના છ મહિના સુધી આ પદ પર રહી શકે છે. બાદમાં તેમના માટે સંસદીય બેઠક મળશે. જોકે તેમની આત્મકથા પ્રમાણે તેમણે આ ઓફર સ્વીકારી ન હતી.
વર્ષ 1983માં, જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા, ત્યારે રાજ્યના ચૂંટાયેલા નેતા ફારૂક અબ્દુલ્લાને પદ પરથી હટાવવાના મુદ્દે તેમનો ઈન્દિરા ગાંધી સાથે મતભેદ થયો હતો, ત્યારબાદ તેમની બદલી ગુજરાતમાં કરવામાં આવી હતી, જાણીતા પત્રકાર ઈન્દર મલ્હોત્રાએ તેમને પૂછ્યું કે તમે ટ્રાન્સફર સ્વીકારવાને બદલે તમારા પદ પરથી રાજીનામું કેમ ન આપ્યું? તો તેમણે જવાબ આપ્યો, “હું ઇન્દિરા ગાંધીને એક હદથી વધુ નારાજ કરી શકતો નથી. તેમણે નાઇસ ગાય્ઝ ફિનિશ સેકન્ડ નામની આત્મકથા પણ લખી હતી.
તેમને 1999માં ભારતના સર્વોચ્ચ સન્માન પૈકીના પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશ રાજ્યના કસૌલી નામના શહેરમાં 31 ઓક્ટોબર 2001ના રોજ નેહરુનું 92 વર્ષની વયે અવસાન થયું હતું.
Published On - 12:45 pm, Mon, 27 June 22