PM modi આવતીકાલે રસીકરણ નીતિ અંગે તમામ પક્ષોના સદન નેતાઓ સાથે કરશે બેઠક, સરકાર કોવિડ મેનેજમેન્ટ અંગે માહિતી આપશે

સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે વિરોધ પક્ષોએ કોવિડ મેનેજમેન્ટ, તેલના ભાવ, કૃષિ કાયદા અને ઇઝરાઇલી સ્પાયવેર પેગાસસ દ્વારા કથિત જાસૂસીની તપાસની માંગ કરી સંસદના બંને ગૃહોમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

PM modi આવતીકાલે રસીકરણ નીતિ અંગે તમામ પક્ષોના સદન નેતાઓ સાથે કરશે બેઠક, સરકાર કોવિડ મેનેજમેન્ટ અંગે માહિતી આપશે
ફોટો-PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 5:12 PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના રસીકરણ નીતિ અંગે મંગળવારે લોકસભા અને રાજ્યસભામાં તમામ રાજકીય પક્ષોના સદન નેતાઓ સાથે બેઠક કરશે. એક સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, આ બેઠક દરમિયાન કોવિડ મેનેજમેન્ટ અંગે રજૂઆત કરવામાં આવશે. સોમવારે સંસદનું સત્ર શરૂ થતાં પહેલા પીએમ મોદીએ (PM modi) કહ્યું હતું કે, દેશના 40 કરોડથી વધુ લોકોને કોવિડ-19 વેક્સિન આપવામાં આવી છે અને રસીકરણ અભિયાનને ઝડપી ગતિએ આગળ ધપાવાઈ રહ્યું છે.

વડા પ્રધાને કહ્યું કે, અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ લોકો કોરોના સામેની લડાઈમાં ‘બાહુબલી’ બની ચૂક્યા છે. વડા પ્રધાને કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે સંસદમાં પણ આ રોગચાળાને લઈને સાર્થક ચર્ચા થવી જોઇએ. તેમણે કહ્યું, “આ અંગે અગ્રતા પર ચર્ચા થવી જોઈએ અને તમામ સાંસદો દ્વારા તમામ વ્યવહારિક સૂચનો મળવા જોઈએ જેથી રોગચાળા સામેની લડતમાં ઘણું નવીનતા લાવી શકાય, જો તેમાં કેટલીક ખામીઓ હોય તો તે પણ સુધારી શકાય છે અને દરેકએ આ લડતમાં ભેગા થવું જોઈએ. અને સાથે મળીને આગળ વધી શકીએ છીએ.”

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 40.64 કરોડ રસી ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 32.29 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8.35 કરોડ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે વિરોધ પક્ષોએ કોવિડ મેનેજમેન્ટ, તેલના ભાવ, કૃષિ કાયદા અને ઇઝરાઇલી સ્પાયવેર પેગાસસ દ્વારા કથિત જાસૂસીની તપાસની માંગ કરી સંસદના બંને ગૃહોમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અને હંગામો કર્યો હતો. બંને ગૃહોની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. આ અગાઉ વડા પ્રધાન મોદીએ સાંસદોને કોવિડને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં સહયોગ આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: BSF Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થઈ રહી છે ભરતી, જાણો લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશે તમામ વિગતો

આ પણ વાંચો: Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">