AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSF Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થઈ રહી છે ભરતી, જાણો લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશે તમામ વિગતો

સૈન્યમાં ભરતી થવા માટે આ એક સરસ તક છે. આ ભરતીઓ બીએસએફની એર વિંગમાં એએસઆઈ અને કોન્સ્ટેબલ, પેરા-મેડિકલ અને વેટરનરી હેઠળ એસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ માટે જાહેર કરવામાં આવી છે.

BSF Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થઈ રહી છે ભરતી, જાણો લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશે તમામ વિગતો
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 2:40 PM
Share

શું તમે પણ ભારતની સરહદ પર તહેનાત રહીને દેશની સુરક્ષાની જવાબદારી નિભાવવા માંગો છો. તો સમય આવી ગયો છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં જોડાવાનું સ્વપ્ન સાકાર કરવાનો. BSFમાં જોડાવાની આ એક સુવર્ણ તક છે. આપને જણાવી દઈએ કે, આ દિવસોમાં ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ સબ-ઇન્સ્પેક્ટર (SI), મદદનીશ સબ ઇન્સપેક્ટર (ASI) અને સિપાય (જનરલ ડ્યુટી)ની જગ્યાઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે ભરતીની જાહેરાત કરી છે.

સૈન્યમાં ભરતી થવા માટે આ એક સરસ તક છે. આ ભરતીઓ બીએસએફની એર વિંગમાં એએસઆઈ અને કોન્સ્ટેબલ, પેરા-મેડિકલ અને વેટરનરી હેઠળ એસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ માટે કુલ 285 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવી છે. આ માટે ત્રણ અલગ અલગ જાહેરાતો બહાર પાડવામાં આવી હતી.

અરજી પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. જે મુજબ રસ ધરાવતા ઉમેદવારો 26 જુલાઇ સુધી તેમની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ઉમેદવારોની માહિતી માટે તમને જણાવી દઈએ કે આ ભરતીમાં જોડાવા માટેની અરજી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન રાખવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી માટે ઉમેદવારો બીએસએફની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

શૈક્ષણિક યોગ્યતા

બોર્ડર સિક્યુરિટી ફોર્સની એર વિંગમાં એસઆઈ અને એએસઆઈ ભરતીમાં જોડાતા ઉમેદવારોએ સંબંધિત ટ્રેડમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા અથવા એરફોર્સના ગ્રુપ એક્સ ડિપ્લોમા પાસ કરેલ હોવો આવશ્યક છે.

પી.એમ.એસ. અને વેટરનરીમાં એસ.આઇ. એ.એસ.આઇ. ભરતી માટે અરજી કરવા માટે, માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી સંબંધિત 10 + 2 અને સબંધીત ટ્રેડમાં ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય જે ઉમેદવારો એર વિંગ, પીએમએસ અને વેટરનરીમાં કોન્સ્ટેબલની ભરતીમાં સામેલ છે તેઓએ 10માં સાયન્સ સાથે પાસ હોવું જોઈએ. ઉપરાંત, સરકારી સંસ્થામાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ સબ-ઇન્સ્પેક્ટર (SI), મદદનીશ સબ ઇન્સપેક્ટર (ASI) અને કોન્સ્ટેબલના પદ પરની પસંદગી ઉમેદવારોની લેખિત પરીક્ષા, શારીરિક અને માનક પરીક્ષણ (પીએસટી) અને મેડિકલ ટેસ્ટના આધારે એર પસંદ કરવામાં આવશે. વધુ વિગતો માટે તમે બીએસએફની સત્તાવાર વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો.

આ પણ વાંચો: Breaking News: અટારી-વાઘા બોર્ડર પર ભેદી બ્લાસ્ટ, ભારતની સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ પણ વાંચો: Parliament Monsoon Session 2021 LIVE: સંસદમાં વિપક્ષોનાં હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કામગીરી સ્થગિત, હવે 3 વાગે શરૂ થશે

Follow Us
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
g clip-path="url(#clip0_868_265)">