Vastu Tips : ઘરની દિશા અનુસાર રાખો ડોરમેટ ! પરિવારમાં જળવાઈ રહેશે સુખ-શાંતિ, જુઓ તસવીરો

|

Jan 02, 2025 | 10:54 AM

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ મુકવા માટે જણાવવામાં આવેલું છે. પરંતુ મોટા ભાગના લોકોને તેની પૂરતી જાણકારી ન હોવાથી કેટલીક ભૂલો કરતા હોય છે જેના કારણે વાસ્તુદોષ થાય છે. વાસ્ત્રુશાસ્ત્ર અનુસાર ઘરના દરવાજા બહાર ક્યાં રંગનું ડોરમેટ રાખવું તે જણાવવામાં આવ્યું છે.

1 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર દિશા તરફ હોય તો વાદળી અથવા ઘેરા વાદળી રંગની ડોરમેટ મૂકવું જોઈએ. જેથી ઘરમાં સકારાત્મક ઊર્જા રહે તેમજ ઘરમાં સુખ - શાંતિ બની રહે.

2 / 6
દક્ષિણ દિશા તરફ ઘરનો મુખ્ય દરવાજો હોય ત્યારે લાલ રંગની ડોરમેટ મુકવાથી લાભ થાય છે. લાલ રંગ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને ઘરમાં સકારાત્મકતા જાળવી રાખે છે. લાલ રંગ જીવનમાં પ્રગતિ અને સફળતા લાવવામાં પણ મદદ કરે છે.

3 / 6
પશ્ચિમ દિશા તરફ ઘરનો મુખ્ય દરવાજો હોય તો માટી રંગની ( કથ્થાઈ રંગ) ડોરમેટ રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં સ્થિરતા, સુરક્ષા અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે.  તેમજ ધન સંપત્તિમાં પણ વધારો કરે છે.

4 / 6
પૂર્વને ઉગતા સૂર્યની દિશા માનવામાં આવે છે અને તે ઊર્જા અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. આ દિશામાં બદામ અથવા મરૂન રંગની ડોરમેટ રાખવી શુભ માનવામાં છે. આ રંગની ડોરમેટ રાખવાથી પરિવારમાં શાંતિ બની રહે છે.

5 / 6
ઘરના મુખ્ય દરવાજા અનુસાર ડોરમેટની સાઈઝ હોવી જોઈએ. જો ખૂબ મોટી ડોરમેટ રાખો છો તો ઘરની શોભા બગાડી શકે છે. જ્યારે ખૂબ નાની ડોરમેટ ઘરની ઉર્જાને સંતુલિત કરતી નથી.

6 / 6
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Next Photo Gallery