ઉત્તરાખંડના ચમોલીમાં સ્થિત શીખોના પવિત્ર હેમકુંડ સાહિબના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે. ચાર ધામ યાત્રાની જેમ આ યાત્રા પણ ખુબ કઠિન છે. તો ચાલો જાણીએ કઈ કઈ વાતનું ધ્યાન રાખવાનું રહેશે.
હેમકુંડ સાહિબ ખૂબ જ ઊંચાઈ પર છે અને તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. અહીંનું હવામાન ગમે ત્યારે બદલાઈ શકે છે. તેથી તમારી સાથે ગરમ વોટરપ્રૂફ કપડાં રાખો. અહીં ATMની સુવિધા નથી. તમારી સાથે રોકડ પૈસા રાખો.
જો તમે હેમકુંડ સાહિબની યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો તમે તમારી સાથે દવાઓ પણ લઈ શકો છો. જો કે, સરકાર અને વહીવટીતંત્ર દ્વારા હેમકુંડ સાહિબની યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે રસ્તામાં વિવિધ સ્થળોએ ખાણી-પીણીના સ્ટોલ, પીવાના પાણી, વીજળી અને ડૉક્ટરોની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
ઉત્તરાખંડમાં સ્થિત ગુરુદ્વારા સુધીનો 17 કિલોમીટરનો મુશ્કેલ માર્ગ હોવા છતાં, દર વર્ષે ભારત અને વિશ્વમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.તમે અમદાવાદથી ઋષિકેશ સુધી ટ્રેન, રેલવે અથવા રોડ માર્ગે દ્વારા જઈ શકો છો.
હેમકુંડ સાહિબના કપાટ ખોલવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. ઉત્તરાખંડ સરકાર અને ગુરુદ્વારા મેનેજમેન્ટે મળીને તારીખની જાહેરાત કરી હતી. આ વર્ષે, 25 મેના રોજ, હેમકુંડ સાહિબના કપાટ શીખ શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓ માટે ખોલવામાં આવશે.
તમને જણાવી દઈએ કે,83 હજાર 722 શ્રદ્ધાળુઓએ હેમકુંડ સાહિબના દર્શન કર્યા હતા. આ પહેલા વર્ષ 2023માં એક લાખ 77 હજાર 463 શ્રદ્ધાળુઓ હેમકુંડ સાહિબના દર્શન કર્યા હતા.