
તમે કસોલ 5 દિવસના પ્રવાસ માટે જઈ રહ્યાં છો. તમે ફ્લાઈટનો વિકલ્પ પસંદ કરવાથી ઓછા સમયમાં તમે કસોલ પહોંચી શકો છો. ત્યારબાદ તમે પહેલા દિવસે કસોલ માર્કેટમાં શોપિંગ કરી શકો છો. બીજા દિવસે પાર્વતી રિવર પાસે વોક કરી શકો છો. તેમજ સવારે 5 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી તમે મણિકરણ સાહેબ ગુરુદ્વારામાં દર્શન કરી શકો છો. ત્રીજા દિવસે ખીરગંગા ટ્રેક કરી શકો છો. કુદરતી સૌંદર્ય, ગરમી ઝરણાં અને આસપાસના વાતાવરણનો આનંદ લઈ શકો છો. ચોથા અને પાંચમાં દિવસે ખીરગંગાથી પરત આવી અમદાવાદ ફ્લાઈટ અથવા ટ્રેન મારફતે ઘરે પરત ફરી શકો છો.

ક્રિસમસની ઉજવણી કરવા માટે કેટલાક લોકો કસોલ જતા હોય છે. જો તમે 7 દિવસ માટે કસોલ જવા માગો છો તો આશરે 22,000 થી 25,000નો ખર્ચ થાય છે. જો તમે નવાવર્ષની ઉજવણી કરવા માટે જાવ છો તો કસોલમાં હોટલનું બુકિંગ અગાઉથી કરવુ હિતાવહ છે. તમે પહેલા 4 દિવસમાં પાર્વતી નદી, મણિકરણ સાહેબ ગુરુદ્વારા,ખીરગંગા ટ્રેકની મુલાકાત લઈ શકો છો. જ્યારે પાંચમાં દિવસે તોશ ગામની મુલાકાત લઈ શકો છો. તેમજ છઠ્ઠા દિવસે મલાણા ગામની મુલાકાત લઈ શકો છો. સાતમાં દિવસે ફ્લાઈટ અથવા ટ્રેન મારફતે રવાના થઈ શકો છો.