મહાકુંભની જેમ ગુજરાતના આ શહેરમાં પણ ભરાય છે સાધુ સંતોનો મોટો મેળો, જુઓ ફોટો

કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. તેવી જ રીતે મહાશિવરાત્રીમાં જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં સાધુ સંતો શાહી સ્નાન કરતા હોય છે. જેમાં ભોજન,ભક્તિ અને ભજનનો સંગમ જોવા મળે છે.

| Updated on: Jan 30, 2025 | 9:31 AM
4 / 7
ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે. મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ-સંતો અને નાગા સાધુઓ ખુબ મોટી સંખ્યામાં આવે છે. દર્શનને આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાઓએ અન્નક્ષેત્ર પણો ખોલવામાં આવે છે.

5 / 7
મહાશિરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે શિવ ભક્તો ધામધૂમથી શિવરાત્રીની તૈયારીઓ કરી રહ્યાં છે. જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

6 / 7
મહાશિવરાત્રીના દિવસે ભવનાથમાં ભક્તોનું કિડીયારુ ઉભરાય છે. દૂર દૂરથી લોકો ભવનાથ તળેટીમાં દર્શન કરવા આવે છે. આ સાથે અહિ આવતા લોકો મહાશિવરાત્રીના મેળાની પણ મજા માણતા હોય છે.

7 / 7
હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ તળેટી ગૂંજી ઉઠે છે. જૂનાગઢના ભવનાથમાં રવેડી બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોના શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિનો મહામેળો સંપન્ન થાય છે. રાત્રે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ સંતોની પરંપરાગત રીતે રવેડી નીકળે છે.ગત્ત વર્ષે લગભગ 11 લાખ જેટલા લોકોએ મહાશિવરાત્રિનો મેળાનો આનંદ માણ્યો હતો.

Published On - 4:06 pm, Wed, 29 January 25