વિદાય : જો તમને સપનામાં કોઈની વિદાય સમારોહ જોવા મળે છે તો તેનો અર્થ એવો થાય કે ધન-સંપત્તિ વધશે તેવા લક્ષણો છે.
વિમાન : વિમાન નીંદરમાં દેખાય તો અથવા તેમાં યાત્રા કરતા જોવું તે ગમે ત્યા જવાના હોય ત્યા યાત્રામાં અડચણો આવશે તેવા સંકેતો છે.
દારુ : દારુ પીવો, પીવડાવવો તે પડોશી સાથે બોલાચાલી થવાના સંકેતો છે. બેસ્ટ ફ્રેન્ડ સાથે સંબંધો બગડવાનો સંકેત છે.
વિસ્ફોટ : ક્યાય બ્લાસ્ટ જોવો કે કરવો, સાંભળવો તે અચાનક ઉન્નતી દર્શાવે છે. કોઈ કાર્યમાં સફળતા અને પ્રસન્નતા દર્શાવે છે. બ્લાસ્ટ સમયે થયેલી હાનિ એ ધન લાભ દર્શાવે છે. શંખ : શંખ વગાડવો, તેને સ્પર્શ કરવું તે ખૂબ જ સારુ સ્વપ્ન છે. આ દરેક કાર્યમાં જીત થવાની અગાઉ મળતો સંકેત છે.
વીણા : વીણા વગાડવી, સાંભળવી એ ભવિષ્યમાં દુખી રહેવાના લક્ષણો છે. કોઈને કોઈ દુ:ખ ભોગવવાનો સમય આવશે તેવા સુચન છે.
શત્રુ : સપનામાં પોતાના શત્રુને જોવું તે શત્રુ શરણાગત થશે તેવી સૂચના છે.
શરણાઈ : સપનામાં શરણાઈ વગાડવી, સાંભળવી તે દુખભરી સ્થિતિ આવવાના સંકેતો છે. તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
Published On - 11:23 am, Wed, 5 February 25