
સામાન્ય રીતે, વરિષ્ઠ નાગરિકોને ટૂંકા ગાળા (જેમ કે 5-10 વર્ષ) માટે લોન મળે છે, જ્યારે યુવાન અરજદારોને 20 વર્ષ સુધીની મુદત મળી શકે છે. લોનની મુદત ઓછી હોવાથી EMI વધારે હોઈ શકે છે. જો EMI વધારે લાગે, તો ડાઉન પેમેન્ટ વધારીને લોનની રકમ ઘટાડી શકાય છે.

વરિષ્ઠ નાગરિકો માટે હોમ લોન પરના વ્યાજ દર સામાન્ય રીતે યુવાનો માટેના વ્યાજ દરો જેટલા જ હોય છે. જોકે, કેટલીક બેંકો પેન્શનરોને ખાસ છૂટછાટો આપી શકે છે. લોન લેતા પહેલા વિવિધ બેંકોના વ્યાજ દરોની તુલના કરવી વધુ સારું રહેશે.

જો તમારી આવક ઓછી હોય, તો તમે તમારા બાળકને અથવા જીવનસાથીને સહ-અરજદાર બનાવી શકો છો, જેનાથી લોન મળવાની શક્યતા વધી જશે. કેટલીક બેંકો ગેરંટર પણ માંગી શકે છે. (નોંધ : અહીં અપવમાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.) (All Image - Canva)