
ઉતર ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં પણ 2016ના વર્ષમાં વિક્રમજનક ગરમી નોંધાઈ હતી. જે દિવસે અમદાવાદમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, તે જ દિવસે ડીસામાં પણ ગરમીના પારો મે મહિનાના પાછલા અનેક વર્ષના રેકોર્ડને તોડીને 48 ડિગ્રીએ પહોચી ગયો હતો. 20મી મે 2016ના રોજ ડિસામાં 48 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જ્યારે 19મી મેને રવિવારે, 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગના 2022 અને 2023 સિવાયના મે મહિનામાં નોંધાયેલ ગરમીને ધ્યાને લઈએ તો, 2018 પછી ડીસામાં પરમ દિવસે સૌથી વધુ ગરમી નોંધાઈ છે. આમ દર ઉનાળામાં હવે બે વર્ષે ગરમી નવો વિક્રમ રચી રહી છે.

રાજકોટમાં મે મહિનામાં સૌથી વઘુ ગરમી 1977માં નોંધાઈ હતી. રાજકોટમાં 13 મે 1977ના રોજ ગરમીનો પારો 47.9 ડિગ્રીએ પહોચી ગયો હતો. જો હવામાન વિભાગે જાહેર કરેલ 2022 અને 2023 સિવાયના આંકડાઓને જોઈએ તો, રવિવારે 44.1 ડિગ્રી 2018ના વર્ષ પછી પહેલીવાર નોંધાઈ છે. રાજકોટમાં છેલ્લે 2018માં ગરમીનો પારો 44.4 ડિગ્રીએ પહોચ્યો હતો.

સુરત શહેરમાં અત્યાર સુધીની સૌથી વઘુ ગરમી મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયા તે પહેલા નોંધાઈ હતી. સુરતમાં પહેલી મે 1956ના રોજ 45.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. સુરત શહેરમાં રવિવારે નોંધાયેલ 41.8 ડિગ્રી ગરમી પણ પાછલા કેટલાક વર્ષના મે મહિનાનમાં નોંધાયેલ ગરમી જેટલી જ કહી શકાય. હવામાન વિભાગના 2021- અને 2023ના આંકડાઓ સિવાયના સત્તાવાર આંકડા મુજબ, 2019 અને 2020ના મે મહિનામાં સુરતમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.
Published On - 2:19 pm, Tue, 21 May 24