આજે રથયાત્રાનો પાવન પર્વ ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. જે લગભગ 1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાય છે.
ભગવાન જગન્નાથને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે.
સરસપુરમાં 14 થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક,ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે.
ભક્તોને આવકારવા અને પ્રસાદીની વ્યવસ્થા માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે.
અમદાવાદની રથયાત્રામાં પોલીસ વિભાગે સુરક્ષાનો ચાંપતો અને હાઈટેક બંદોબસ્ત ગોઠવ્યો છે. રથયાત્રામાં પ્રથમવાર તીથર ડ્રોનનો ઉપયોગ કરાશે. જેમાં હાઈરિઝોલ્યુશન કેમેરા ફિટ કરેલા છે. આ હાઈટેક ડ્રોન 10 કલાકથી વધુ સમય હવામાં ઉડવા સક્ષમ છે. કેબલથી હવામાં ઉડતું ડ્રોન આસપાસના 3 કિલોમીટરના વિસ્તારમાં ચાંપતી નજર રાખવા સક્ષમ છે.