
ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80TTA હેઠળ 10,000 રૂપિયા સુધીના વ્યાજ પર ટેક્સમાં રાહત આપવામાં આવે છે. તદુપરાંત, પોસ્ટ ઓફિસ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે તેને સંપૂર્ણપણે સલામત અને વિશ્વસનીય વિકલ્પ બનાવે છે.

કોઈપણ પુખ્ત વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસમાં જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલી શકાય છે, જેમાં બે લોકો એકાઉન્ટના માલિક હોય છે. જો 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલે છે, તો તે ખાતાના માલિક માતાપિતા અથવા વાલી છે.