નર્મદા જિલ્લામાં ગોરા ઘાટ ખાતે મા નર્મદાની મહાઆરતીમાં શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળવો એક લ્હાવા સમાન માનવામાં આવે છે.ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની ભાવપૂર્વક કામના કરતા ઉચ્ચ અધિકારીશ્રીઓએ ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના સુમધુર શ્લોકગાન વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરીને વિશેષ તૈયાર કરાયેલા શિવ તાંડવ સ્ત્રોત અને લાઈટ સાઉન્ડ શો નિહાળીને સૌએ ધન્યતા અનુભવી હતી.
ગોરા ઘાટ ખાતે મા નર્મદાની મહાઆરતીમાં સહભાગી થઇ કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ ધન્યતા અનુભવી હતી
પ્રધાનમંત્રી કાર્યાલયના અધિક સચિવ હરિરંજન રાવ અને નાયબ સચિવ ઋષિકેશ મોદકે પણ આરતીનો લાભ લીધો હતો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાનારા 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની રાષ્ટ્રીય ઉજવણી આજે 31 ઓક્ટોબર ૨૦૨૩માં રોજ થનાર છે.
આ ઉજવણીની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય ગૃહ સચિવશ્રી તેમજ પ્રધાનમંત્રીશ્રીના અધિક સચિવશ્રી હરિરંજન રાવ અને નાયબ સચિવશ્રી ઋષિકેશ મોદક, ગુજરાત સરકારના ગૃહ વિભાગના સચિવ શ્રીમતી નિપુણા તોરવણે સહિતના કેન્દ્ર-રાજ્યના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ મા નર્મદાની મહાઆરતીમાં સહભાગી થઈને ધન્યતા અનુભવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ભારત સરકારમાં ગરિમામય પદો પર દેશના વિકાસની ઉત્તરોતર પ્રગતિના પંથને અગ્રેસર બનવતા સૌ વરિષ્ઠ અધિકારીશ્રીઓએ શંખનાદ, ડમરૂ, દીવડાઓની જ્યોત, દીપ, ગૂગળ ધૂપ સાથેના ભક્તિપૂર્ણ માહોલમાં આરતીનો લ્હાવો મેળવ્યો હતો.