શિયાળાની શરૂઆત સાથે ગુજરાતીઓ ટુર પ્લાન કરવાનો શરૂ કરી દે છે. ખાસ કરીને શિયાળા દરમ્યાન હિલ સ્ટેશનોમાં પ્રવાસીઓનું ભારણ વધારે રહે છે.
નૈનીતાલમાં લેન્ડ્સ એન્ડ નામનું એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે જેની ખડકોથી આગળ કોઈ જમીન નથી. અહીંનો નજારો જોઈને એવું લાગે છે કે આ જ સ્વર્ગ છે.
અહીં તમે પહાડોની હરિયાળી અને સુંદર સરોવરનો નજારો માણી શકો છો. આ સુંદર જગ્યાએ તમે પ્રકૃતિની વચ્ચે ટ્રેકિંગ પણ કરી શકો છો.
અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ માનસિક શાંતિ અને આરામ આપે છે. જેના કારણે ગુજરાતીઓ આ પ્રવાસન સ્થળે વધુ જતાં હોય છે.
શિયાળામાં અહીંનું હવામાન પ્રવાસીઓ માટે બેસ્ટ છે. અહીં દરેક ચારે તરફ લોકો ફોટોગ્રાફી કરાવતા પણ નજરે ચડે છે.
અહીં તમે નાનકમત્તા ડેમ, નૈનીતાલ વેધશાળા અને કુમાઉની સુંદરતા જોઈ શકો છો. તમારા પરિવાર અને મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે આ પરફેક્ટ લોકેશન છે.
Published On - 4:14 pm, Sun, 15 December 24