કાનુની સવાલ : શૂન્ય લગ્ન શું છે, શું આ લગ્ન માન્ય ગણાય કે નહી જાણો

|

Mar 23, 2025 | 4:19 PM

શૂન્ય લગ્ન (Void Marriage) નો અર્થ છે.એવા લગ્ન જે કાનુન માન્ય હોતા નથી અને શરુઆતથી જ ગેરકાયદેસર છે. આ પ્રકારના લગ્નને ભારતીય કાયદામાં અમાન્ય લગ્ન પણ કહેવામાં આવે છે. તો ચાલો આજે આપણે શૂન્ય લગ્ન વિશે વિસ્તારથી વાત કરીએ

1 / 8
ભારતીય હિંદુ લગ્ન અધિનિયમ 1955 ની કલમ 11 હેઠળ, જો કોઈ ચોક્કસ સંજોગોમાં લગ્ન કરવામાં આવે, તો તે લગ્ન રદબાતલ ગણવામાં આવે છે. આનો અર્થ એ છે કે, આવા લગ્ન કાયદેસર રીતે અસ્તિત્વમાં નથી.

2 / 8
 કઈ કઈ પરિસ્થિતિઓમાં શૂન્ય લગ્ન માનવામાં આવે છે. તો  પ્રથમ દ્વિવિવાહ કલમ  5(1) મુજબ જો લગ્ન સમયે પતિ કે પત્નીમાંથી કોઈ પણ એકે લગ્ન કરેલા હોય અને તેનો પાર્ટનર જીવતો હોય તો બીજા લગ્નને શૂન્ય લગ્ન માનવામાં આવે છે.ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 494 હેઠળ પણ આ ગુનો છે.

3 / 8
જો લગ્ન કરનાર વ્યક્તિઓ એક જ ગોત્ર, નજીકના સંબંધીઓ અથવા ધાર્મિક રીતે પ્રતિબંધિત સંબંધમાં આવે છે અને તેમની વચ્ચે લગ્નની પરવાનગી નથી, તો આવા લગ્નને શૂન્ય લગ્ન કહેવાય છે. ઉદાહરણ તરીકે મામા-ભાણેજ, કાકા-ભત્રીજી,ભાઈ-બહેન જેવા સંબંધોમાં લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમ અનુસાર ગેરકાયદેસર છે.

4 / 8
જો લગ્ન કરનાર પુરુષ અને મહિલા (Sapinda Relationship) માં આવે છે અને તેની વચ્ચે લગ્નની અનુમતિ નથી. તો આ લગ્ન શૂન્ય લગ્ન હશે.સપિંડાનો અર્થ છે કે, બંન્ને વચ્ચે ત્રણ પેઢીઓ સુધી (માતા તરફથી ) કે પાંચ પેઢી (પિતા તરફથી ) લોહીના સંબંધમાં હોય.

5 / 8
આવા લગ્નને કોઈ કાનુની માન્યતા મળતી નથી. એટલે કે, આ લગ્ન ક્યારેય થયા નથી એવું માનવામા આવે છે.કોઈપણ પ્રકારના વૈવાહિક અધિકારો મળતા નથી.જેમ પત્નીને પતિની મિલકતમાં કોઈ હક નથી મળતો કે ન તો તેને ભરણપોષણનો કોઈ અધિકાર છે.

6 / 8
જો આપણે બાળકોના અધિકારોની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ અનુસાર, જો કોઈ બાળક શૂન્ય લગ્નથી જન્મે છે, તો તેને કાયદેસરનું બાળક ગણવામાં આવશે અને તે માતાપિતાની વ્યક્તિગત મિલકત માટે હકદાર બનશે. જો કે, તે પૈતૃક સંપત્તિમાં હકદાર રહેશે નહીં.

7 / 8
શૂન્ય લગ્ન એ લગ્ન હોય છે જે કાનુની રુપથી ક્યારેય અસ્તિત્વમાં હોતા નથી. ભારતીય કાનુન અનુસાર જો કોઈ લગ્ન દ્વિપક્ષી, પ્રતિબંધિત સંબંધ અથવા સપિંડા સંબંધના કિસ્સામાં પ્રતિબદ્ધ છે, તો લગ્ન આપોઆપ અમાન્ય બની જાય છે.

8 / 8
અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)