ભારત ડિજિટલ થઈ રહ્યું છે. રોકડ પૈસા સિવાય પણ બીજા માધ્યમથી ચૂકવણી થઈ રહી છે.ડિજિટલ વ્યવ્હાર વધ્યો છે. પરંતુ જાણકારી ન હોવાને કારણે નાગરિકોને પોતાનું નુકસાન પણ થાય છે. તો આજે આપણે ચેક વિશે એક એવી જાણકારી વિશે વાત કરીશું, જે હજુ પણ મોટાભાગના લોકો જાણતા નથી.
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો અંગ્રેજી અને હિન્દી વચ્ચે મૂંઝવણ અનુભવે છે. અને જો કોઈ ભૂલ થાય તો ચેક કેન્સલ થવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં સૌથી મોટી મૂંઝવણ એ રહે છે કે Lac અને Lakh વચ્ચે શું સાચું છે?
તો અમે તમને જણાવી દઈએ કે RBI તરફથી આ માટે કોઈ અલગ કાયદો નથી. સામાન્ય નાગરિકો બેમાંથી કોઈ નો પણ ઉપયોગ કરી શકે છે. પરંતુ બેન્કના કર્મચારીઓએ Lacs લખવું જરુરી છે.
બેંક પોતાના કર્મચારીઓ માટે સર્કુલર જાહેર કર્યું છે. જે પણ ઓફિસર ચેક રિલીઝ કરશે. તેને Lacs લખવું પડશે. મહત્વની વાત તો એ છે કે , બેંકોએ પોતાનું સર્કુલર બનાવ્યું છે. આરબીઆઈનો આમાં કોઈ રોલ નથી.
જો તમે Lac લખશો તો ચેક કેન્સલ થશે નહીં. તમે કોઈપણ ડર વગર તમારા ચેક આપી શકો છો. જો કે, સહિથી લઈને દિવસ અને તારીખ સુધીની અન્ય ભૂલો છે જેના પર તમારે ધ્યાન રાખવાની જરૂર છે.
બેંકોની મૂળભૂત ગાઈડલાઈન અનુસાર, ચેક પર લાખને અંગ્રેજીમાં LAKH લખવું વધુ યોગ્ય છે. અંગ્રેજીમાં LAKH શબ્દ લાખ માટે સાચો ગણાય છે.પરંતુ ચેક દ્વારા ચુકવણી કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. નહિતર નાની ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે.